જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં, દરોડા વખતે ખનિજ વિભાગના અધિકારીઓની ફરજ રૂકાવટ કરનાર સામે ફરિયાદ
જામનગર, 05 જુલાઈ (હિ.સ.) : ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ 8 વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો


જામનગર, 05 જુલાઈ (હિ.સ.) : ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ 8 વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે. જે મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.૧.૫ કરોડ જેટલી થાય છે.

તપાસ દરમિયાન વાહન નંબર GJ-10-TY-6100ના માલિક એઝાઝભાઈએ તપાસ ટીમ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા GJ-10-TY-6100 નંબરનું વાહન જોડિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર સખ્શ એઝાઝભાઈ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખનિજ ચોરી, ગેરકાયદેસર ખનિજ પરિવહન અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande