વરસાદમાં તાત્કાલિક કામગીરી: ભાજપ કોડીનાર અને શિવાભાઈ સોલંકીની સરાહનીય કામગીરી
ગીર સોમનાથ, 05 જુલાઈ (હિ.સ.) : આજરોજ મૂળ દ્વારકા ખાતે ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જાનહાનિ થવાની સંભાવના ઊભી થઈ હતી. આ અંગે મૂળ દ્વારકા ગામના યુવા સરપંચ કિશોરભાઈ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવતાં, પૂર્વ સાંસદ દિનુભાઈ સો
વરસાદમાં તાત્કાલિક કામગીરી – ભારતીય જનતા પાર્ટી કોડીનાર અને  શિવાભાઈ સોલંકીની સરાહનીય કામગીરી


ગીર સોમનાથ, 05 જુલાઈ (હિ.સ.) : આજરોજ મૂળ દ્વારકા ખાતે ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જાનહાનિ થવાની સંભાવના ઊભી થઈ હતી. આ અંગે મૂળ દ્વારકા ગામના યુવા સરપંચ કિશોરભાઈ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવતાં, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તથા કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ મોરી,તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન અને ભારતીય જનતા પાર્ટી કોડીનારની ટીમ તાત્કાલિક JCB મશીન સાથે સ્થળ પર પહોંચી હતી.

ટીમ દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક નહેર (કેનાલ) બનાવી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી, જેના પરિણામે સંભવિત મોટી જાનહાનિ ટાળી શકાયી અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી.

આપત્તિના સમયમાં નિઃસ્વાર્થ સેવાભાવ સાથે કાર્ય કરનાર રાજમોતી ગ્રુપ, ભારતીય જનતા પાર્ટી કોડીનાર, જિલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ મોરી,યુવા સરપંચ કિશોરભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન તથા તમામ કાર્યકર્તાઓની આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande