કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોમ્બિંગ ઓપરેશન, માછીમારોને હાઈ એલર્ટ પર રહેવા અપીલ
કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે આજે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કચ્છના દરિયાકાંઠે વિશેષ સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર અભિયાન
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન પેટ્રોલિંગ


કચ્છ, 05 જુલાઈ (હિ.સ.) : રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને દરિયાઈ માર્ગે થતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે આજે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કચ્છના દરિયાકાંઠે વિશેષ સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર અભિયાન દરમિયાન દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ માછીમારો અને સ્થાનિક લોકોને સતર્ક રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એ. એમ. મુનિયા તથા એસ.પી. એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટે વિશેષ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સૂચનાના અનુસંધાને જખૌ સેક્ટરે 4 જુલાઈ, 2026ના રોજ ડીવાયએસપી આર. એમ. ચૌધરીના નેતૃત્વમાં સમગ્ર મરીન કમાન્ડો ટીમ સાથે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ અભિયાન દરમિયાન મોહાડી, લીમલી વાંઢથી લઈને અલ્ટ્રાટેક જેટી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમે દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ હિલચાલ, અજાણી બોટો અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ખાસ નજર રાખી હતી.

મરીન કમાન્ડોએ દરિયાકાંઠે કાર્યરત માછીમારો સાથે બેઠક યોજી તેમને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. શંકાસ્પદ વ્યક્તિ, અજાણી બોટ, ડ્રગ્સ અથવા અન્ય કેફી પદાર્થોની હેરાફેરી અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક પોલીસ અથવા મરીન ટાસ્ક ફોર્સને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમુદ્રી સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે. યુદ્ધ દરમિયાન દરિયામાં તૂટી પડેલા જહાજોના અવશેષો, બોટોના ભાગો, મિસાઈલ અથવા અન્ય લશ્કરી સાધનો દરિયાના પ્રવાહ સાથે કિનારે આવી પહોંચવાની શક્યતા રહેલી છે. ઉપરાંત, તોફાની સમુદ્રના કારણે બિનવારસી ડ્રગ્સના પેકેટો પણ કિનારે તણાઈ આવવાની શક્યતા નકારી શકાય નહીં.

મરીન ટાસ્ક ફોર્સે સ્પષ્ટ સૂચના આપી છે કે આવી કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા સામગ્રી નજરે પડે તો તેને સ્પર્શ કરવો નહીં, પરંતુ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. દરિયાકાંઠાની સુરક્ષા જાળવવામાં સ્થાનિક લોકો અને માછીમારોનો સહયોગ અત્યંત મહત્વનો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સમગ્ર ડ્રાઈવ દરમિયાન મરીન કમાન્ડો દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત નજર રાખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande