સુરતમાં વરસાદની અસર દરિયા સુધી, ડુમસ બીચ પર સુરક્ષાને લઈ તંત્ર સતર્ક
સુરત, 05 જુલાઈ (હિ.સ.): સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે દરિયાકાંઠે પણ જોવા મળી રહી છે. ડુમસ બીચ પર દરિયાના પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતાં વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા છે. જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર
સુરતમાં વરસાદની અસર દરિયા સુધી, ડુમસ બીચ પર સુરક્ષાને લઈ તંત્ર સતર્ક


સુરત, 05 જુલાઈ (હિ.સ.): સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે દરિયાકાંઠે પણ જોવા મળી રહી છે. ડુમસ બીચ પર દરિયાના પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતાં વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા છે. જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર બીચ ખાલી કરાવવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા અગાઉથી, ચેતવણી આપવામાં આવી હોવા છતાં કેટલાક લોકો દરિયાના ઉંચા મોજાં વચ્ચે નાહવા ઉતર્યા હતા. આ બેદરકારીને કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે સુરત પોલીસ, ઘટનાસ્થળે પહોંચી અને તમામ લોકોને બીચ પરથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, જાહેર સૂચનાઓનું પાલન ન કરનાર કેટલાક લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ દરિયાની સ્થિતિ જોખમી હોવાથી, તંત્રએ નાગરિકો અને પ્રવાસીઓને દરિયાકિનારાથી દૂર રહેવા તેમજ આગામી સૂચના સુધી ડુમસ બીચ પર જવાનું ટાળવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande