જામનગરની ઐતિહાસિક સુભાષ માર્કેટનું, કમિશનર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ : અધિકારીઓ સાથે ચર્ચાઓ કરાઈ
જામનગર, 05 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના વોર્ડનં-10માં આવેલા ઐતિહાસિક દરબારગઢ વિસ્તારની સુભાષ શાક માર્કેટ સહિતના વિસ્તારનું કમિશનર દીપેશ કેડિયાએ ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. કમિશનરના આ કાફલાને જોઈને ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓ અ
કોર્પોરેશન


જામનગર, 05 જુલાઈ (હિ.સ.) :

જામનગર શહેરના વોર્ડનં-10માં આવેલા ઐતિહાસિક દરબારગઢ વિસ્તારની સુભાષ શાક માર્કેટ સહિતના વિસ્તારનું કમિશનર દીપેશ કેડિયાએ ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. કમિશનરના આ કાફલાને જોઈને ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓ અને રેંકડીધારકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

શહેરના રાજાશાહી વખતના આ સુભાષ શાક માર્કેટની અત્યંત જર્જરિત હાલત જોઈને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કમિશનરે માર્કેટમાં હાલ કાર્યરત વેપારીઓના ગાલાની સંખ્યા અને વ્યવસ્થાઓની વિગતવાર માહિતી મેળવી હતી.

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિશનર દીપેન કેડિયાએ ઘટનાસ્થળે જ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર તેમજ સ્થાનિક કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર બેઠક યોજી હતી.

આ સ્થળે ટૂંક સમયમાં જ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી શાક માર્કેટનું નિર્માણ કરવા અંગે અને વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નકશો તૈયાર કરવા ગંભીર ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande