વાપીમાં સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી રૂ.5.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર
વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ વાપી-બલીઠા વિસ્તારમાં નેશનલ હાઇવે-48 પર સફળ કાર્યવાહી હાથ ધરી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી અંદાજે ₹2.52 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કાર સહિત કુલ ₹5.52 લાખનો મુદ્દામાલ કબજે કરવ
સ્વીફ્ટ ડીજાયર


વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ વાપી-બલીઠા વિસ્તારમાં નેશનલ હાઇવે-48 પર સફળ કાર્યવાહી હાથ ધરી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી અંદાજે ₹2.52 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કાર સહિત કુલ ₹5.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યારે કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝની સૂચના મુજબ પીએસઆઈ જે.જી. વસાવા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી-બલીઠા નજીક નેશનલ કન્ટેનર વજનકાંટા સામે ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કાર (નં. GJ-05-CU-5781)ને ચેક કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન કારની ડિકી, પાછળની સીટ તથા આગળની સીટ પાસે રાખેલી કાળી પ્લાસ્ટિકની થેલીઓમાંથી ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કીની કુલ 960 બોટલો, કિંમત ₹2,52,288, મળી આવી હતી. ઉપરાંત કારની કિંમત ₹3 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. આમ કુલ ₹5,52,288નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી તેની સામે વાપી જીઆઇડીસી પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ માટે વાપી જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીએસઆઈ જે.જી. વસાવા, એએસઆઈ મહેન્દ્ર ગુરજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેષ હમલભાઈ અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહે ટીમવર્કથી સફળ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande