
વાપી, 05 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે છેલ્લા એક વર્ષથી વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા અને તેમની ટીમ ફરાર આરોપીઓને પકડવા માટે સક્રિય હતી.
દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અશોકકુમાર રમાશંકર અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૦૦૧૦૨૫૧૩૪૨/૨૦૨૫ હેઠળ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો મુજબ છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપી વિનોદ ઉર્ફે વાંકો ઉર્ફે રાજુ કેશવભાઈ ઉર્ફે કેસાભાઈ ટંડેલ, રહે. બાટલી શેરી, નાની દમણને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી વિરુદ્ધ અગાઉ જામનગર સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા, એ.એસ.આઇ. અશોકકુમાર રમાશંકર, અ.હે.કો. મોહંમદસફી સુલેમાનભાઈ, અ.પો.કો. વરૂણ હરીશચંદ્ર તથા આ.પો.કો. મહેન્દ્રદાન જીલુભાએ ટીમવર્કથી સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha