દ્વારકા-સોમનાથ હાઇવે પર યાત્રાળુ ને વાહનની ટક્કર, ચાલક ફરાર.
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) દ્વારકા-સોમનાથ હાઇવે પર મનુ લાઇટ કેફે નજીક આવેલા ઓવરબ્રિજ પર પગપાળા જઈ રહેલા એક યાત્રાળુને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ
દ્વારકા-સોમનાથ હાઇવે પર યાત્રાળુ ને વાહનની ટક્કર, ચાલક ફરાર.


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) દ્વારકા-સોમનાથ હાઇવે પર મનુ લાઇટ કેફે નજીક આવેલા ઓવરબ્રિજ પર પગપાળા જઈ રહેલા એક યાત્રાળુને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કંજોડા ગામના રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના ભાઈ બળવંત બાબુભાઈ પરમાર માનતા પૂર્ણ કરવા માટે પગપાળા દ્વારકા દર્શને જઈ રહ્યા હતા. તે દરમિયાન દ્વારકા-સોમનાથ હાઇવે પર મનુ લાઇટ કેફે પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પૂરપાટ, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી બળવંતભાઈને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં તેમને શરીરના વિવિધ ભાગોમાં તેમજ કપાળની જમણી બાજુ અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande