સમી કૉલેજમાં બીએ સેમેસ્ટર-1ના નવા વિદ્યાર્થીઓ માટે 'આવકારોત્સવ-2026'નું આયોજન
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં FYBA સેમેસ્ટર-1ના નવા વિદ્યાર્થીઓ માટે ''આવકારોત્સવ-2026''નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડૉ. ખુશ્બુ મોદી દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. આચાર્ય ડૉ. ટ
સમી કૉલેજમાં FYBA સેમેસ્ટર-1ના નવા વિદ્યાર્થીઓ માટે 'આવકારોત્સવ-2026'નું આયોજન કરવામાં આવ્યું.


સમી કૉલેજમાં FYBA સેમેસ્ટર-1ના નવા વિદ્યાર્થીઓ માટે 'આવકારોત્સવ-2026'નું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં FYBA સેમેસ્ટર-1ના નવા વિદ્યાર્થીઓ માટે 'આવકારોત્સવ-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડૉ. ખુશ્બુ મોદી દ્વારા પ્રાર્થનાથી થઈ હતી.

આચાર્ય ડૉ. ટી.પી. આનંદે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે કૉલેજ જીવન માત્ર ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસ માટેનું મહત્વપૂર્ણ મંચ છે. મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માનસિંહભાઈ ચૌધરી અને વિશેષ અતિથિ તરીકે સરપંચ ગફુરભાઈ સૈયદ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ વિભાગના સંજયભાઈ પટેલ, ડૉ. અમર ચક્રવર્તી અને ડૉ. જેવત ચૌધરીએ અભ્યાસક્રમ, ડિજિટલ સુવિધાઓ, NSS તથા અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.

અંતમાં નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, મોઢું મીઠું કરાવી અને બોલપેન ભેટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ અને નવી આશાનો સંચાર કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande