વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં પિઝામાં જીવડું મળ્યાના આક્ષેપથી ચકચાર
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની ફૂડ આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પિઝામાં જીવડું મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કરતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મામલો ચર્ચાનો વિષય
જીવડુ


જીવડુ


જીવડુ


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત બ્રાન્ડની ફૂડ આઉટલેટમાંથી મંગાવવામાં આવેલા પિઝામાં જીવડું મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કરતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે ગ્રાહકે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ, પિઝામાં જીવડું હોવાનું જણાતા ગ્રાહકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે ચર્ચા યોજાઈ હતી, જેમાં સમાધાન થતાં ગ્રાહકને તેના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત આપવામાં આવી હતી.

આ ઘટનાએ શહેરમાં ફૂડ સેફ્ટી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં પણ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. નાગરિકોનું કહેવું છે કે શહેરની હોટલો અને ફૂડ આઉટલેટ્સમાં નિયમિત તપાસ અને ગુણવત્તા ચકાસણી વધુ અસરકારક રીતે થવી જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande