ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો-કાર્યકર્તાઓએ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યા
ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના વિવિધ મંડળોના હોદ્દેદારો અને કાર્
ભાજપ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ


ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના વિવિધ મંડળોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સંગઠન, રાષ્ટ્રવાદ અને રાજકીય કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ માટે રાજનીતિનું કેન્દ્રબિંદુ રાષ્ટ્રહિત છે અને પક્ષનો દરેક કાર્યકર્તા આ મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રતિબદ્ધ છે. પક્ષની સ્થાપનાથી લઈને આજદિન સુધી રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે કાર્ય કરનાર કાર્યકર્તાઓના યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું હતું.

પ્રશિક્ષણ દરમિયાન સ્થાનિક સ્તરથી લઈને કેન્દ્રીય કક્ષાના અનુભવી વક્તાઓએ ભાજપના વૈચારિક આધાર, સંગઠનનું માળખું, કાર્યપદ્ધતિ, જનસંપર્ક, સેવા કાર્યો અને કાર્યકર્તાની જવાબદારીઓ જેવા વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ લોકો સુધી સરકારની યોજનાઓ અને પક્ષની વિચારધારા અસરકારક રીતે પહોંચાડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

જિલ્લાના 16 મંડળોના અપેક્ષિત કાર્યકર્તાઓ માટે તબક્કાવાર નિવાસી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન જોવા મળ્યું. પાલિતાણા નગર અને તાલુકા ભાજપ સંગઠન સાથે જિલ્લા ભાજપની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંકલનપૂર્વક કામગીરી કરી હતી.

આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હોવાનું તેમજ આગામી સમયમાં વધુ અસરકારક રીતે જનસેવા અને સંગઠન કાર્ય કરવા માટે નવી ઊર્જા અને પ્રેરણા મળી હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande