બગવાડા ચોકમાં આખલાઓની લડાઈથી અફરાતફરી, બાઈકચાલક બચ્યો
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) પાટણ શહેરના વ્યસ્ત બગવાડા ચોક ખાતે બે આખલાઓ વચ્ચે અચાનક ઉગ્ર લડાઈ શરૂ થતાં રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. લડાઈ દરમિયાન એક બાઈકચાલક આખલાઓ
બગવાડા ચોકમાં આખલાઓની લડાઈથી અફરાતફરી, બાઈકચાલક બચ્યો


બગવાડા ચોકમાં આખલાઓની લડાઈથી અફરાતફરી, બાઈકચાલક બચ્યો


પાટણ, 06 જુલાઈ (હિ.સ.) પાટણ શહેરના વ્યસ્ત બગવાડા ચોક ખાતે બે આખલાઓ વચ્ચે અચાનક ઉગ્ર લડાઈ શરૂ થતાં રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો.

લડાઈ દરમિયાન એક બાઈકચાલક આખલાઓની અડફેટે આવી રસ્તા પર પટકાયો હતો, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયું હતું.

ઘટનાની જાણ થતાં આસપાસની દુકાનોના સ્થાનિક વેપારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી અને પ્રયત્નો કરીને બંને આખલાઓને એકબીજાથી દૂર ભગાડ્યા હતા, જેના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી હતી.

સદનસીબે આ ઘટનામાં બાઈકચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી અને જાનહાનિ પણ થઈ નહોતી. સ્થાનિક લોકોની સમયસરની સતર્કતા અને હિંમતભર્યા પ્રયાસોના કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande