
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસૂલ વિભાગમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા રેવન્યુ તલાટીઓને નિમણૂક પ્રમાણપત્ર એનાયત કરવાનો તથા રેવન્યુ વિભાગની નવી સેવાઓનો પ્રારંભ કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી સહિતના અધિકારીઓએ નવનિયુક્ત રેવન્યુ તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના હસ્તે નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરએ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી નિષ્ઠાપૂર્વક, પારદર્શકતા અને જનસેવાની ભાવનાથી પોતાની ફરજો બજાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં 35 જેટલા રેવન્યુ તલાટી તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને આ પ્રસંગે સત્તાવાર રીતે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એ.ડી મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ,ચીટનીશ મહેશ ધનવાણી, નાયબ મામલતદાર દિનેશ ભોગયતા સહિતનાં અધિકારી ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya