હનુમાનગઢ ગામે માટી ઉપાડવા બાબતે બબાલ.
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે સરકારી જમીનમાંથી માટી ઉપાડવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બનતાં છ શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાને લઈ રાણાવાવ પોલીસે તપાસ શરૂ કર
હનુમાનગઢ ગામે માટી ઉપાડવા બાબતે બબાલ.


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે સરકારી જમીનમાંથી માટી ઉપાડવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બનતાં છ શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટનાને લઈ રાણાવાવ પોલીસે તપાસ શરૂ કરી છે. હનુમાનગઢ ગામે ચેકડેમ નજીક સરકારી જમીનમાંથી મંજૂરી સાથે માટી ઉપાડવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન જમીન પોતાના કબ્જાની હોવાનું કહી એક વ્યક્તિએ કામ બંધ કરાવતાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ બાબતનો ખાર રાખી આરોપીઓ ગેરકાયદે મંડળી બનાવી કાળા રંગની કારમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદી દીપક ઉર્ફે જયેશ ગીગાભાઈ ઓડેદરાને જાનથી મારી નાખવાના ઇરાદે કાર ચઢાવી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ કારમાંથી ઉતરી લાકડીઓ વડે હુમલો ઇજાઓ પહોંચી હતી. વચ્ચે બચાવવા આવેલા સાગર ભુવતિયાને પણ લાકડીઓ વડે માર મારવામાં આવતા ઇજાઓ થઈ હતી.

હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.આ બનાવ અંગે દીપક ઉર્ફે જયેશ ગીગાભાઈ ઓડેદરાની ફરિયાદના આધારે કરશન કાના કોડીયાતર, દાના નાથાભાઈ કોડીયાતર, વિરુ વજોભાઈ કોડીયાતર, જીવા નાથાભાઈ કોડીયાતર, કાના નાથાભાઈ કોડીયાતર તથા એક અજાણ્યા શખ્સ સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande