કમિશનરની મુલાકાત પહેલાં સફાઈનો ધમધમાટ! ડેપ્યુટી કમિશનરે સંભાળી કમાન, બોર્ડ ઓફિસરની ભૂમિકા પર સવાલ
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગાંધીનગર ગૃહ નજીક ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. કમિશનરની મુલાકાતને લઈને તંત્રમાં દોડધામ જોવા મળી હતી. આ દરમિયાન સફાઈ કામગીરીને લઈને કેટલા
કચરો


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગાંધીનગર ગૃહ નજીક ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. કમિશનરની મુલાકાતને લઈને તંત્રમાં દોડધામ જોવા મળી હતી. આ દરમિયાન સફાઈ કામગીરીને લઈને કેટલાક અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની સમીક્ષા માટે સ્થળ પર પહોંચ્યા હતા. કમિશનરની મુલાકાતની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એલર્ટ મોડમાં આવી ગયા હતા અને વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાગ પાસે આવેલા એક વિસ્તારમાં કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે તાત્કાલિક સફાઈ કરાવવાની કામગીરી શરૂ કરાવી હતી.

બીજી તરફ, સ્થળ પર હાજર બોર્ડ ઓફિસર મહેશ રબારી કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવવાને બદલે માત્ર નિરીક્ષણ કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેના કારણે સ્થાનિક સ્તરે તેમની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

જોકે, બોર્ડ ઓફિસર સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે તેમનો અથવા વડોદરા મહાનગરપાલિકાનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી. તેમનો પક્ષ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande