રાણાવાવમાં મહિલાના ઘરે થી વિદેશી દારૂ ઝડપાયો.
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) રાણાવાવ પોલીસે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ શાંતિબેન
રાણાવાવમાં મહિલાના ઘરે થી વિદેશી દારૂ ઝડપાયો.


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) રાણાવાવ પોલીસે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ શાંતિબેન ડો. ખીમા લાખાભાઈ મોઢવાડિયા રાણાવાવના રહેણાંક મકાનની પાછળ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 180 એમએલની 42 કાચની સીલપેક નાની બોટલો, કુલ કિંમત રૂ.4,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે રાણાવાવ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande