સવારે 6:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીમાં ચોર્યાસી, કામરેજ અને સુરત શહેરમાં નોંધપાત્ર વરસાદ
સુરત, 06 જુલાઈ (હિ.સ.) સમગ્ર સુરત જિલ્લામાં મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડાઓ અનુસાર સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારના 06:00 વાગ્યાથી લઈને સાંજના 06:00 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન સાર
Heavy to very heavy rains in many areas of South Gujarat, 6 inches in two hours in Valsad, city turned into a bat


સુરત, 06 જુલાઈ (હિ.સ.) સમગ્ર સુરત જિલ્લામાં મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડાઓ અનુસાર સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારના 06:00 વાગ્યાથી લઈને સાંજના 06:00 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં બે કલાકમાં ચાર ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં આજરોજસરેરાશ 37.17 મી.મી. વરસાદ પડ્યો છે. સવારે 06:00 થી સાંજના 06:00 સુધી દરમિયાન સુરત શહેરમાં સૌથી વધુ 112 મી.મી. વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે, જેમાં સાંજના 04 થી 06 વાગ્યા વચ્ચે જ 105 મી.મી. એટલે કે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે કામરેજમાં 84 મી.મી., બારડોલી અને અંબિકા તાલુકાઓમાં 38 મી.મી., પલસાણામાં ૩૫ મી.મી., ચોર્યાસીમાં 32 મી.મી., માંગરોળમાં 26 મી.મી., ઓલપાડ તાલુકામાં કુલ 24 મી.મી., મહુવા તાલુકામાં 18 મી.મી., ઉમરપાડામાં 17 મી.મી., અરેઠમાં ૧૫ મી.મી. વરસાદ પડ્યો છે. માંડવીમાં સૌથી ઓછો ૭ મી.મી. વરસાદ નોંધાયો હતો.

આજે મહુવા તાલુકાના ફુલવાડી ગામે વરસાદ અને પવનના કારણે સુરેશભાઈ પટેલના કાચા મકાનના છાપરાનો પાછળનો ભાગ તુટી ગયો હતો. જયારે અંબિકા તાલુકાના બાંભણીયા ગામે સુમનભાઈના જુનુ મકાનનો એક તરફનો ભાગ પડી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande