વેરાવળના જાલેશ્વર દરિયાકાંઠે બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત, એકનો બચાવ
ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં ૧૭ વર્ષની નિકિતા રામભાઈ પંડિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દરિયામાં ડૂબતી બે દીકરીઓને જોઈને માછીમારો મદદ
વેરાવળના જાલેશ્વર દરિયાકાંઠે બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત, એકનો બચાવ


ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં ૧૭ વર્ષની નિકિતા રામભાઈ પંડિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દરિયામાં ડૂબતી બે દીકરીઓને જોઈને માછીમારો મદદે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે અન્ય એક યુવતી વેરાવળ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર દરિયા કિનારે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ત્રણેય જણ દરિયા કિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક આવેલા ભારે મોજાંમાં એક યુવતી તણાવા લાગી હતી. તેને બચાવવા જતાં બીજી યુવતી પણ દરિયાના પ્રચંડ મોજામાં તણાઈ ગઈ હતી. ઘટના અંગે હરસુખ ગોહેલે જણાવ્યું કે અમે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા. દર્શન બાદ બંને બહેનો દરિયા કિનારે ગઈ ત્યારે અચાનક આવેલા મોજાંના કારણે તણાવા લાગી હતી. મેં એક બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી બહેન ઊંડા પાણીમાં ખેંચાઈ ગઈ હતી. યુવતીઓ ડૂબતી હોવાની બૂમાબૂમ થતાં જ નજીકમાં હાજર જાલેશ્વરના માછીમાર સમુદાયના લોકો તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. માછીમારોએ ભારે જહેમત બાદ બંને યુવતીઓને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, ગંભીર હાલતમાં રહેલી નિકિતા રામભાઈ પંડિત (ઉંમર ૧૭, રહે. વેરાવળ)ને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન તેણે દમ તોડયો હાર્યો. જયારે યુવતી હાલ તબીબોની દેખરેખ હેઠળ છે.આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો ભીમભાઈ વાયલું, એડવોકેટ દેવાભાઈ ધારેચા સહિતના આગેવાનો અને પરિવારજનો વેરાવળ સિવિલ હોસિપટલ ખાતે દોડી આવ્યા હતા.

ચોમાસાની ઋતુને પગલે દરિયાકાંઠે ભારે મોજાં અને તીવ્ર પ્રવાહ રહેતો હોવાથી તંત્ર દ્વારા સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, સ્થાનિક લોકોમાં પણ આવા જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande