સૈયદ રાજપરા ગામે દરીયામા ફસાયેલ ચાર માચ્છીમારોના જીવ બચાવતી - ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : ભારત સરકારના હવામાન વિભાગની કચેરીના જણાવ્યા અનુસાર તા. 05 જુલાઈ 2026 થી 24 કલાક દરમ્યાન ગુજરાત રાજયના ગીર સોમનાથ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જેથી તકેદારીના ભ
જીવ બચાવતી - ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : ભારત સરકારના હવામાન વિભાગની કચેરીના જણાવ્યા અનુસાર તા. 05 જુલાઈ 2026 થી 24 કલાક દરમ્યાન ગુજરાત રાજયના ગીર સોમનાથ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલ છે. જેથી તકેદારીના ભાગ રૂપે તાત્કાલીક અસરથી તમામ પગલા લેવા જણાવવામાં આવેલ હોય વરસાદની આગાહીને ધ્યાને રખી એલર્ટ રહેવા તેમજ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તકેદારીના તમામ પગલા લેવા જણાવવામાં આવેલ હતા. જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન તથા સુચના મુજબ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ઉના વિભાગ - ઉનાની રાહદારી હેઠળ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.જે.પરમારના સુચના મુજબ નવાબંદર મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એ.રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ભારે વરસાદના પગલે નવાબંદર મરીન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જાણવા મળેલ કે, ” સૈ. રાજપરા ગામે ભારે વરસાદના કારણે દરીયામાં રહેલી બોટો કાઠે લાવવાા અને બોટમાં પાણી ભરાતા પાણી કાઢવા ગયેલા ચાર વ્યકિત દરીયામાં ફસાયા છે.”

જેથી તરત જ સૈ.રાજપરા ગામે જઇ સૈ.રાજપરા ઓ.પી ઇન્ચાર્જ સાથે ગામ લોકોને મળી NDRF ની ટીમનો સંપર્ક કરી તેની સાથે સંકલનમાં રહી દરીયામા ભારે કરંટ અને ધોધમાર વરસાદ વચ્ચે ચારેય વ્યકિતઓને સહી સલામત રીતે સૈ.રાજપરા ગામના દરીયાઇ માર્ગેથી નવાબંદર જેટી પર લાવવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande