
ગીર સોમનાથ 06 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ ફરીયાદી વિઠલપુર ગામના બસ સ્ટેશનમાં વાહનની રાહ જોઇ ઉભા હોય તે દરમ્યાન એક ઇકો ગાડીનો અજાણ્યો ડ્રાઇવર જેમની ઉંમર વર્ષ આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષનો પોતાના હવાલાવાળી ઇકો ગાડી કોડીનાર તરફથી લઈ આવી ફરીયાદીને આલીદર જવા માટે પોતાની ઇકો ગાડીમા બેસાડી મોરવડ ગામના બસ સ્ટોપથી થોડે આગળ આલીદર ગામ તરફ ઇક્કો ગાડી રોકી ફરીયાદી ના ગળે છરી રાખી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ કાનમા પહેરેલ સાથીયાની ડીઝાઇન વાળા ગોળ સોનાના બે બુંટીયા આશરે એક તોલાના જેની હાલની કી.રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ)ની લુંટ કરી ફરીયાદીને ડાબા હાથની હથેળીમા છરી વડે ઇજા કરી ઇકો ગાડી માંથી ધક્કો મારી નિચે ઉતારી ઇક્કો ગાડી લઈ નાશી ગયેલ હોય,જે બનાવ બાબતે કોડીનાર પોલીસ ઇન્સ્પેકટર એન.વી.હરીયાણી નાઓને જાણ થતા પ્રથમ દ્રષ્ટીએ બનાવ ગંભીર પ્રકારનો હોય, તાત્કાલીક અસરથી ગીર સોમનાથ જીલ્લામાં નાકાબંધી કરાવી અજાણ્યા વાહન તથા વાહન ચાલકને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી, ફરીયાદીશ્રીની ફરીયાદ લખી લઈ કોડીનાર પોલીસ સ્ટેશન ગુન્હો રજી.કરાવેલ અને ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.હરીયાણી નાઓએ જાતેથી સંભાળેલ.
આ બનાવ સાંજના સમયે બનેલ હોય અને હાલમાં વરસી રહેલ પુષ્કળ વરસાદના કારણે વાતાવરણ પણ અનુકુળ ન હોય તેમજ બનાવ ગ્રામ્ય વિસ્તારમાં બનેલ હોય,ગુનો ઉકેલવો મુશ્કેલ હોય,કોડીનાર પો.સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળ પહેલાના તેમજ અલગ અલગ ગામડાઓના રસ્તાઓની દુકાનો તેમજ હોટલો, પેટ્રોલપંપ પરના સી.સી.ટી.વી.ફુટેજ આધારે અલગ અલગ વાહનોને તપાસી બનાવ સમયના વાહનની ટાઇમ લાઇન તેમજ સી.સી.ટી.વી.પુરાવા, ટેકનીકલ પુરાવા વિગેરે એકત્રીત કરી તર્કબધ્ધ રીતે જોડી સદર વાહન ઇક્કો ફોરવ્હિલ હોય,જે આઘારે અલગ અલગ શંકાસ્પદ ઇક્કો કાર માલીકની પુંછપરછ કરી વરસતા વરસાદમાં સતત પ્રત્યનશીલ રહેલ તે દરમ્યાન હકિકત મળેલ કે,લુંટના ગુન્હાને અંજામ આપનાર ઇક્કો જેવી ઇક્કો કારનો ચાલક પોતાની ઇક્કો કાર ચલાવી ઘાટવડ ગામેથી પસાર થનાર છે.
જે હકિકત આધારે સર્વેલન્સ ટીમ સાથે ઘાટવડ ગામથી કંટાળા ગામ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે વોચમાં રહેલ તે દરમ્યાન હકિકત વાળી ઇક્કો કાર આવતા તેને રોકાવી ચાલકની યુક્તિ પ્રયુક્તી તથા પુરાવાઓના આધારે તર્કબધ્ધ રીતે પુંછપરછ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ