વડોદરા મનપાની ડોર-ટુ-ડોર કચરા વાહનનો અકસ્માત, દારૂના નશાના આક્ષેપ વચ્ચે તપાસ શરૂ
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ નજીક વડોદરા મહાનગરપાલિકા (VMC)ની ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી ગાડી અકસ્માતનો ભોગ બનતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અકસ્માતમાં સામેથી આવતી એક કારને નુકસાન
અકસ્માત


અકસ્માત


અકસ્માત


અકસ્માત


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ નજીક વડોદરા મહાનગરપાલિકા (VMC)ની ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી ગાડી અકસ્માતનો ભોગ બનતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અકસ્માતમાં સામેથી આવતી એક કારને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, VMCનું કચરા સંગ્રહનું વાહન અચાનક ડિવાઇડર ઓળંગીને સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જ્યારે કારચાલકને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બંને તરફ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે VMCના વાહનનો ચાલક નશાની હાલતમાં હતો. વધુમાં, વાહનમાંથી દેશી દારૂની એક પોટલી મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ બંને બાબતોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ચાલકનું મેડિકલ પરીક્ષણ સહિત અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ નશાની હાલત અને અન્ય આક્ષેપો અંગે સ્પષ્ટતા થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande