જામનગર નજીક પડાણા ગામમાં દેશી દારૂની રેઇડ દરમ્યાન એલસીબીની ટીમ ઉપર હુમલો 
જામનગર, 06 જુલાઈ (હિ.સ.) : જામનગર નજીક પડાણા વિસ્તારમાં એલસીબીની ટુકડી દારૂની રેઇડ પાડવા ગઇ હતી દરમ્યાનમાં આરોપીઓએ સ્ટાફ પર હુમલો કરી ફરજમાં અડચણ ઉભી કરી ફોર્ચ્યુન કાર પોલીસની ગાડીની પાછળ ભટકાડી નુકશાન પહોચાડી હંગામો મચાવ્યો હતો આ અંગે પડાણાની મહિલ
હુમલો


જામનગર, 06 જુલાઈ (હિ.સ.) : જામનગર નજીક પડાણા વિસ્તારમાં એલસીબીની ટુકડી દારૂની રેઇડ પાડવા ગઇ હતી દરમ્યાનમાં આરોપીઓએ સ્ટાફ પર હુમલો કરી ફરજમાં અડચણ ઉભી કરી ફોર્ચ્યુન કાર પોલીસની ગાડીની પાછળ ભટકાડી નુકશાન પહોચાડી હંગામો મચાવ્યો હતો આ અંગે પડાણાની મહિલા સહિત ૩ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આ બનાવે ભારે ચકચાર મચવી છે.

જામનગર એલસીબીની ટીમ પડાણા વિસ્તારમાં લિસ્ટેડ પ્રોહી મહિલા બુટલેગર પર અવાર નવાર રેઇડો કરવામાં આવતી હોય અને ફરીયાદી તથા સાહેદો દ્વારા આરોપી મહિલાનો દેશી દારૂનો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડવામાં આવેલ હોય જે સારૂ નહી લાગતા અન્ય બે શખ્સો ત્યાં આવીને પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી.

એલસીબીના હેડ કોન્સ. ક્રિપાલસિંહ તથા અન્ય સ્ટાફ પર હુમલો કરવા ઉશ્કેરી પોતાનો દારૂનો જથ્થો છોડી મુકવા, કેસ નહી કરવા અને અન્ય બે શખ્સોએ ફોર્ચ્યુન કાર નં. જીજે૧૧ડીબી-૦૯૯૯ વાળી પોલીસની ખાનગી કારની પાછળ ભટકાડી પોલીસ ગાડીમાં નુકશાન કરી ફરીયાદી સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી આમ સ્ટાફની રાજય સેવકની ફરજમાં રૂકાવટ કરી એકબીજાએ મદદગારી કરી હતી.

આ બનાવ અંગે એલસીબીના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા દ્વારા મેઘપર પોલીસમાં પડાણા ગામ, ખારી વિસ્તારમાં રહેતી ડાઇબેન રામા શોરીયા, પડાણાના મેહુલસિંહ ઉર્ફે મુન્ના મનુભા જાડેજા અને પડાણાના દશરથસિંહ તખુભા જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.

પડાણાથી લખીયા જતા ખોડીયાર ધુના પાસે ખુલ્લા પ્લોટમાં આ બનાવ બન્યો હતો, ફરીયાદ અનુસંધાને મેઘપરના પીઆઇ જયસ્વાલ તપાસ ચલાવી રહયા છે. આ વિસ્તારમાં દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવતા હોય છે દરમ્યાનમાં ગઇકાલે દરોડા કાર્યવાહી વખતે માામલો ઉગ્ર બન્યો હતો અને ફરજ રૂકાવટ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande