વડોદરાના સુરસાગર તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી છે. વહેલી સવારથી તળાવમાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તળાવમાંથી આવતી દુર્ગંધ અને ગંદકીને લઈને લોકો તંત્
માછલીઓ


માછલીઓ


માછલીઓ


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી છે. વહેલી સવારથી તળાવમાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તળાવમાંથી આવતી દુર્ગંધ અને ગંદકીને લઈને લોકો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

વડોદરા શહેરના જાણીતા સુરસાગર તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલીઓના મૃત્યુ નોંધાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ તળાવના વિવિધ ભાગોમાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

સ્થાનિકોનું કહેવું છે કે સુરસાગર તળાવમાં આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. તળાવમાં ગંદકી અને પાણીની ગુણવત્તાને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

માછલીઓના સતત થતા મોત પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. પર્યાવરણ અને જળચર જીવન પર પડતી અસરને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

હવે લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ કરાવે, માછલીઓના મોતનું સાચું કારણ જાહેર કરે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે કાયમી પગલાં ભરે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે સક્રિય બને છે અને સુરસાગર તળાવની સ્થિતિ સુધારવા માટે શું કાર્યવાહી કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande