સનફાર્મ રોડ પર પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી: બ્લોક ભરેલી ટ્રક અચાનક જમીનમાં ગરકાવ થતાં મોટો અકસ્માત
વડોદરા , 06 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની શરૂઆત પહેલાં જ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વડોદરાના સનફાર્મ રોડ પર પોકળ સાબિત થયા છે. સનફાર્મ રોડ પરથી પસાર થઈ રહેલી અને પેવર બ્લોકથી સંપૂર્ણ ભરેલી એક ભારેભરખમ ટ્રક અચાનક જ રોડના કિનાર
ટ્રક


ટ્રક


ટ્રક


ટ્રક


વડોદરા , 06 જુલાઈ (હિ.સ.) : ચોમાસાની શરૂઆત પહેલાં જ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વડોદરાના સનફાર્મ રોડ પર પોકળ સાબિત થયા છે. સનફાર્મ રોડ પરથી પસાર થઈ રહેલી અને પેવર બ્લોકથી સંપૂર્ણ ભરેલી એક ભારેભરખમ ટ્રક અચાનક જ રોડના કિનારે બેસી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે હોબાળો મચી ગયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની નબળી ગુણવત્તાવાળી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, આ ટ્રક સુરતથી પેવર બ્લોકનો જથ્થો ભરીને વડોદરા આવી રહી હતી. જ્યારે ટ્રક સનફાર્મ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ રોડનો કિનારો ધસી પડ્યો હતો. ભારે વજનના કારણે ટ્રકનું પાછળનું વ્હીલ જમીનમાં ઊંડે સુધી ખૂંપી ગયું હતું, જેના લીધે આખી ટ્રક એક તરફ નમી પડી હતી. અકસ્માત એટલો ઝડપી હતો કે ડ્રાઈવરને સંભાળવાની તક પણ મળી ન હતી.આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ આ વિસ્તારમાં પ્રી-મોન્સૂન અને રોડ રસ્તાના સમારકામની કામગીરી કરવામાં આવી હતી. જો સામાન્ય દિવસોમાં જ માટી અને રોડ બેસી જતા હોય, તો ધોધમાર વરસાદ દરમિયાન રસ્તાઓની શું હાલત થશે તે ચિંતાનો વિષય છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને નબળા મટીરીયલના વપરાશને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

હાલમાં ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ પાલિકાના સત્તાધીશોની કામગીરી પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. સ્થાનિકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande