ચોરીમાં ગયેલી રીક્ષા ગણતરીના કલાકોમાં શોધી કાઢી, કડી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી પોલીસને ચોરીમાં ગયેલી એક રીક્ષા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે રૂ. 1.50 લાખ કિંમતની રીક્ષા કબજે કરી આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ,
ચોરીમાં ગયેલી રીક્ષા ગણતરીના કલાકોમાં શોધી કાઢી, કડી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો


મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી પોલીસને ચોરીમાં ગયેલી એક રીક્ષા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે રૂ. 1.50 લાખ કિંમતની રીક્ષા કબજે કરી આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઉંટવા ગામેથી રીક્ષા ચોરી થયાની ફરિયાદના આધારે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી રહ્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અણખોલ પાટીયા નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલી રીક્ષાને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

રીક્ષા ચલાવતા મનોજ બળદેવભાઈ ગોપાલભાઈ બેલદાર (ઉ.વ. 23), રહે. એનાસણ ઇન્દીરાનગર, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદની પૂછપરછ કરતાં તેણે 2 જુલાઈ 2026ના રોજ ઉંટવા ગામેથી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રજીસ્ટ્રેશન નંબર GJ-02-BU-0732 ધરાવતી રીક્ષા કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે. સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારી સહિત સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande