મહેસાણા દૂધસાગર ડેરી ખાતે ચેતક કમાન્ડો ફોર્સની આતંકવાદી હુમલા સંદર્ભે મોક ડ્રિલ યોજાઈ
મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી ખાતે આજે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રિલનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવાનો તેમજ કર્મચ
મહેસાણા દૂધસાગર ડેરી ખાતે ચેતક કમાન્ડો ફોર્સની આતંકવાદી હુમલા સંદર્ભે મોક ડ્રિલ યોજાઈ


મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી ખાતે આજે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રિલનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવાનો તેમજ કર્મચારીઓ અને સુરક્ષા સ્ટાફને આપત્તિના સમયે યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો.

મોક ડ્રિલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી કલ્પિત પરિસ્થિતિ ઊભી કરીને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી, સ્થળને સુરક્ષિત બનાવવાની પ્રક્રિયા, લોકોના સલામત સ્થળે સ્થળાંતર અને સંકલન સાથે કામગીરી કેવી રીતે કરવી તેનું જીવંત નિદર્શન રજૂ કર્યું હતું. સાથે જ કર્મચારીઓને શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે તો તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરવાની તેમજ ગભરાટ ફેલાવવાને બદલે સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

ચેતક કમાન્ડો ફોર્સના અધિકારીઓએ આતંકવાદી ઘટના સમયે સતર્કતા, સાવચેતી અને સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આવી મોક ડ્રિલ દ્વારા સુરક્ષા દળો અને કર્મચારીઓ વચ્ચે સંકલન મજબૂત બને છે તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ઓછું કરવા માટે જરૂરી તૈયારીઓનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande