જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વૃક્ષોનું
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 06 જુલાઈ (હિ.સ.) : જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વૃક્ષોનું રોપણ કર્યું અને પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું માનવ જીવનમાં રહેલું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું જતન કરવું અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓને માત્ર વૃક્ષ વાવવાનું જ નહીં, પરંતુ તેનું નિયમિત જતન કરવાની પણ પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રસંગે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા અપીલ કરી હતી. નગરજનોએ પણ હરિયાળું અને સ્વચ્છ મહેસાણા બનાવવા માટે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં સતત જોડાયેલા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ હરિયાળા ભવિષ્ય માટે મળીને કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande