બે વર્ષથી ફરાર એનડીપીએસ કેસનો આરોપી લખનૌથી ઝડપાયો, વલસાડ એસઓજીને મોટી સફળતા
વલસાડ, 06 જુલાઈ (હિ.સ.) : વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર ચાલતા આરોપીને વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતેથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એસઓજીના પોલીસ ઇન્
આરોપી સાથે પોલીસ ની ટીમ


વલસાડ, 06 જુલાઈ (હિ.સ.) : વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર ચાલતા આરોપીને વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતેથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી.

તપાસ દરમિયાન એસઓજીના એએસઆઈ સયદભાઈ બાબનભાઈ અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર નં. 853/2024 હેઠળ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 મુજબ વોન્ટેડ આરોપી શૈલેષ રામનિરંજન તિવારી (ઉ.વ. 30)ને ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત તેના રહેઠાણેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી મૂળ અયોધ્યા જિલ્લાના ફૈઝાબાદ વિસ્તારનો રહેવાસી છે અને હાલ લખનૌના ગોલ્ફ સિટી વિસ્તારમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.આઈ. એસ.આર. સુસલાદે, એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈ, એએસઆઈ સયદભાઈ બાબનભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ બાપુસિંહ, પ્રમોદ શાલીગ્રામ, હસમુખભાઈ ગીગાભાઈ તથા અરૂણ સીતારામ સહિતની એસઓજી ટીમે સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande