પાટણ નાગરિક સહકારી બેંકની મતગણતરી વચ્ચે હોબાળો, ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. કુલ 9,170 મતોમાંથી માત્ર 1,453 મતોની ગણતરી થયા બાદ ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત કરી હતી. રવિવારે સાંજે શરૂ થયેલી મતગણતરી દરમિયાન મહિલા શિક્ષક સ્
પાટણ નાગરિક સહકારી બેંકની મતગણતરી વચ્ચે હોબાળો, ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત


પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. કુલ 9,170 મતોમાંથી માત્ર 1,453 મતોની ગણતરી થયા બાદ ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત કરી હતી.

રવિવારે સાંજે શરૂ થયેલી મતગણતરી દરમિયાન મહિલા શિક્ષક સ્ટાફ સહિત કેટલાક કર્મચારીઓ ફરજ પરથી જતા રહેતા ગણતરી અટકી હતી. બેલેટ પેપરથી ગણતરીમાં વધુ સમય લાગતા અને વરસાદી સ્થિતિને કારણે પ્રક્રિયા આગળ વધી શકી નહોતી.

મતગણતરી રોકવાના નિર્ણયનો પરિવર્તન પેનલના ઉમેદવારો અને સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તંગદિલીભર્યા માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ મતપેટીઓને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવી હતી.

હવે ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી સાથે બેઠક કરી મતગણતરી ફરી ક્યારે શરૂ કરવી તે અંગે નિર્ણય લેશે. ત્યાં સુધી બેંકની ચૂંટણીનું પરિણામ અટકી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande