રાવત જ્ઞાન ચેતના ટ્રસ્ટે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું
પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : રાવત જ્ઞાન ચેતના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના વિકાસ માટે માર્ગદર્શન અને સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સરકારની શૈક્ષણિક, સામાજિક યોજનાઓ અને રોજગારલક્ષી અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ
રાવત જ્ઞાન ચેતના ટ્રસ્ટે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું


પાટણ, 06 જુલાઈ (હિ.સ.) : રાવત જ્ઞાન ચેતના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના વિકાસ માટે માર્ગદર્શન અને સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સરકારની શૈક્ષણિક, સામાજિક યોજનાઓ અને રોજગારલક્ષી અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ડૉ. રાકેશભાઈ રાવતે ટ્રસ્ટના હેતુઓ વિશે માહિતી આપી હતી, જ્યારે ડૉ. કૌશિકભાઈ રાવતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

વિવિધ નિષ્ણાતોએ સમાજ કલ્યાણ યોજનાઓ, શૈક્ષણિક સહાય, આંબેડકર યુનિવર્સિટીના અભ્યાસક્રમો, ITI તેમજ રોજગારલક્ષી કોર્સ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને અધ્યક્ષ રાકેશભાઈ પટેલે શિક્ષણ તથા સમાજસેવા માટે સતત કાર્યરત રહેવાનો સંદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande