વરસાદી માહોલમાં ગીરના સાવજોની અદભુત અદા: 8 સિંહોએ એકસાથે કરાવ્યું મનમોહક ફોટોશૂટ
અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : ગીરના જંગલમાં ચોમાસાની હરિયાળી વચ્ચે કુદરતનો એક અદભુત નજારો જોવા મળ્યો છે. વરસાદી માહોલમાં એક સાથે 8 એશિયાટિક સિંહો— જેમાં સિંહ, સિંહણ અને સિંહબાળનો સમાવેશ થાય છે. શાંત અને નિર્ભય અંદાજમાં બેઠેલા જોવા મળ્યા. આ દુર્લભ દૃશ્
વરસાદી માહોલમાં ગીરના સાવજોની અદભુત અદા! 8 સિંહોએ એકસાથે કરાવ્યું મનમોહક ફોટોશૂટ


અમરેલી, 06 જુલાઈ (હિ.સ.) : ગીરના જંગલમાં ચોમાસાની હરિયાળી વચ્ચે કુદરતનો એક અદભુત નજારો જોવા મળ્યો છે. વરસાદી માહોલમાં એક સાથે 8 એશિયાટિક સિંહો— જેમાં સિંહ, સિંહણ અને સિંહબાળનો સમાવેશ થાય છે. શાંત અને નિર્ભય અંદાજમાં બેઠેલા જોવા મળ્યા. આ દુર્લભ દૃશ્ય કેમેરામાં કેદ થતાં વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વરસાદ બાદ લીલાછમ બનેલા ગીરના જંગલમાં સાવજોની આકર્ષક હાજરીએ કુદરતની સુંદરતામાં વધુ વધારો કર્યો છે. એક જ ફ્રેમમાં સમગ્ર સિંહ પરિવાર જોવા મળવો ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. સિંહબાળોની નિર્દોષ હરકતો અને સિંહ-સિંહણનો શાહી અંદાજ આ દૃશ્યને વધુ મનમોહક બનાવે છે.

ગીર વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે અને અહીં આવા દૃશ્યો વન્યજીવન સંરક્ષણના મહત્વને પણ ઉજાગર કરે છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો ગીરના આ કુદરતી સૌંદર્યના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

વરસાદી વાતાવરણ, હરિયાળી અને એકસાથે બેઠેલા 8 સાવજોની આ અદ્ભુત તસવીર ગીરના જંગલની શાન અને ગુજરાતના ગૌરવને વધુ ઉજાગર કરતી નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande