વાપીમાં ગાંજા સાથે મહિલા ઝડપાઈ, ઉદ્યોગનગર પોલીસે NDPS હેઠળ ગુનો નોંધ્યો
વાપી, 06 જુલાઈ (હિ.સ.) : વાપી ઉદ્યોગનગર પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરતા ૨૧૨ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજિત રૂ. ૧૦,૬૦૦ કિંમતનો ગાંજો, એક મોબાઇલ ફોન તથા રોકડ રકમ મ
પ્રતિકાત્મક ચિત્ર


વાપી, 06 જુલાઈ (હિ.સ.) : વાપી ઉદ્યોગનગર પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરતા ૨૧૨ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજિત રૂ. ૧૦,૬૦૦ કિંમતનો ગાંજો, એક મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે.

વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ભડકમોરા, આંબેડકરનગર, મોટી સુલફડ, વાપી ખાતે રહેતી મંગળાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ સરોજને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ૨૧૨ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા NDPS Act, 1985ની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ વર્ષ ૨૦૨૫માં ડુંગરા પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેમજ કોને વેચવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એલ.જી. વળવી તથા પોલીસ સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande