વડોદરા શહેરના હરિનગર-વોર્ડ 11 માર્ગ પર ભૂવો પડ્યો, કોર્પોરેશનનું વાહન જમીનમાં ખાબક્યું
વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના હરિનગરથી વોર્ડ નં. 11 જવાના માર્ગ પર અચાનક ભૂવો પડતાં વડોદરા મહાનગરપાલિકાના વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માર્ગની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્
કોર્પોરેશન નું વાહન


કોર્પોરેશન નું વાહન


કોર્પોરેશન નું વાહન


વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના હરિનગરથી વોર્ડ નં. 11 જવાના માર્ગ પર અચાનક ભૂવો પડતાં વડોદરા મહાનગરપાલિકાના વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માર્ગની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કોર્પોરેશનનું વાહન રસ્તા પર ઊભું હતું ત્યારે અચાનક રસ્તો ધસી પડતાં વાહનનો એક ભાગ ભૂવામાં ખાબકી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં સ્થાનિકો અને સંબંધિત વિભાગની મદદથી ભારે જહેમત બાદ કોર્પોરેશનના વાહનને ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

ઘટનાએ શહેરના માર્ગોની ગુણવત્તા અને ભૂગર્ભ સુવિધાઓની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગનું નિરીક્ષણ કરીને ભૂવાના કારણોની તપાસ કરવા તેમજ આસપાસના વિસ્તારની સુરક્ષાની ચકાસણી કરવાની માંગ કરી છે.

પાલિકા દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તકનિકી તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande