વેરાવળમાં વરસાદી સ્થિતિને સામાન્ય બનાવવા પાલિકા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી
ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : વેરાવળ શહેરમાં ત્રણ દિવસ સુધી વરસેલા ધોધમાર વરસાદના પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને સામાન્ય બનાવવા માટે નગરપાલિકા તંત્રે યુદ્ધના ધોરણે રાહત અને પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. આજે મેઘરાજા એ વિરામ લેતા શહેરના અનેક
વેરાવળમાં વરસાદી સ્થિતિને સામાન્ય બનાવવા પાલિકા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી


ગીર સોમનાથ, 06 જુલાઈ (હિ.સ.) : વેરાવળ શહેરમાં ત્રણ દિવસ સુધી વરસેલા ધોધમાર વરસાદના પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને સામાન્ય બનાવવા માટે નગરપાલિકા તંત્રે યુદ્ધના ધોરણે રાહત અને પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. આજે મેઘરાજા એ વિરામ લેતા શહેરના અનેક મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે આઠ થી વધુ સ્થળોએ ડી-વોટરિંગ પમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. આ સાથે જ ચાર જેસીબી,૬ ટ્રેક્ટર અને ૧૪૦ થી વધુ સફાઈ કર્મચારીઓને મેદાનમાં ઉતારીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે નગરપાલિકા તંત્ર ના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ ના કારણે શહેરમાં એક સાથે મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં હાલની ડ્રેનેજ અને વરસાદી લાઈન પર ભારે દબાણ સર્જાયું હતું, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત

થયું છે. હાલ તંત્ર દ્વારા સતત પમ્પિંગ,ગટર સફાઈ, કચરો દૂર કરવો અને વરસાદી પાણીના પ્રવાહને સરળ બનાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંગે ચીફ ઓફિસર પારસભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે,શહેરમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી પાણીની આવક અસાધારણ રહી હતી. હાલની પાણી નિકાલની વ્યવસ્થા મર્યાદિત ક્ષમતા ધરાવતી હોવાથી અતિભારે વરસાદ દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા માટે તમામ ઉપલબ્ધ સાધનો અને માનવબળને કામે લગાડવામાં આવ્યા છે. વધુમાં માહિતી આપી હતી કે, ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા ગટર સફાઈ અને વરસાદી પાણીના નિકાલના માર્ગો સાફ કરવા સહિતની પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ તો નગર પાલીકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ સહિત કાઉન્સિલરઓ વોર્ડમાં ડોર ટુ ડોર સ્થળ પર સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande