રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ
પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય હંમેશાંથી વિકાસ અને નવતર પ્રયોગોનું રોલ મોડેલ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ધરતીપુત્રોના કલ્યાણ માટે સતત કાર્યરત છે.
રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓથી પોરબંદર પંથકમાં સર્જાઈ હરિયાળી ક્રાંતિ.


પોરબંદર, 06 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય હંમેશાંથી વિકાસ અને નવતર પ્રયોગોનું રોલ મોડેલ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ધરતીપુત્રોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે સિંચાઈની સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવી રહ્યો છે. પાણીના ટીપે-ટીપાનો યોગ્ય વપરાશ થાય અને દરિયામાં વહી જતું મીઠું પાણી ખેતરો સુધી પહોંચે તે માટે સરકારે ભગીરથ પ્રયાસો આદર્યા છે, જેના પરિણામે રાજ્યમાં એક નવી હરિયાળી ક્રાંતિનો ઉદય થયો છે.

પોરબંદર જિલ્લાના પાતા ગામ પાસેથી પસાર થતી મધુવંતી નદી અને નવી બંદર નજીકની ઓઝત નદીને જોડતી સ્પ્રેડિંગ કેનાલમાં ચોમસા દરમિયાન મીઠું પાણી છોડવામાં આવતા આ વિસ્તારના અનેક ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. જેને કારણે પાતા, ચિંગરીયા,ગોરસર,મોચા,બળેજ,રાતીયા ગામના કૃષિ વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર અને પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.અગાઉ આ વિસ્તારના ખેડૂતો માત્ર ચોમાસા દરમિયાન એક જ પાક લઈ શકતા હતા. પરંતુ કેનાલ કાર્યરત થતાં મધુવંતી અને ઓઝત નદીના પાણીનો પ્રવાહ દરિયામાં વહી જતો હતો પણ આ કેનાલ મારફત પાણી આ વિસ્તારમાં આવવાના પરિણામે જમીનમાં પાણીની ઉપલબ્ધતા અને ગુણવતામાં વધારો થયો છે. હવે ખેડૂતો વર્ષમાં ત્રણેય મોસમમાં ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થતાં તેઓ આર્થિક રીતે વધુ સશક્ત બન્યા છે.

સ્થાનિક આગેવાન લીલાભાઈ પરમારે કોસ્ટલ સ્પ્રેડિંગ કેનાલ યોજના અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, પાતા-મધુવંતીથી ઓઝત નદીને જોડતી અંદાજે 26 કિલોમીટર લાંબી કોસ્ટલ કેનાલના કારણે આસપાસના 8 થી વધુ ગામોને સીધો ફાયદો થયો છે.ચોમાસામાં દરિયામાં વહી જતાં મધુવંતી નદીના મીઠા પાણીને આ કેનાલ દ્વારા ડાયવર્ટ કરી ઓઝત નદી સાથે જોડવાનું આયોજન કરાયું હતું. આ વિસ્તારમાં ચૂનાના અને જારીવાળા પથ્થરો હોવાને કારણે કેનાલના પાણીથી ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે, જેના લીધે કેનાલની બંને બાજુએ એક-એક કિલોમીટર સુધીના કૂવાઓના પાણીના સ્તર ઊંચા આવ્યા છે. અગાઉ જ્યાં ખારા પાણીની સમસ્યા હતી, ત્યાં હવે મીઠા પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતો ઉનાળુ પાક પણ લેતા થયા છે, જે ખેતી અને પશુપાલન ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

બળેજ ગામના ખેડૂત ડાયાભાઈ ઉલવાએ જણાવ્યું

ઓઝત મધુવંતી કોસ્ટલ કેનાલમાં પાણી આવવાથી સ્થાનિક ખેડૂતોની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે. અગાઉ જ્યારે કેનાલનું કામ અધૂરું હતું, ત્યારે ખેડૂતો મુશ્કેલીથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકતા હતા અને તે પણ પૂરતો નહોતો મળતો, જેથી જમીન બંજર જેવી બની ગઈ હતી. જોકે, હવે કેનાલનું જોડાણ પૂર્ણ થતાં અને મધુવંતી-ઓઝત નદીનું પાણી કેનાલમાં આવવાના કારણે ખેડૂતો મગફળી, ઘઉં અને જુવાર અને શાકભાજી જેવા વર્ષમાં ત્રણ પાક સફળતાપૂર્વક લઈ રહ્યા છે. ઉનાળાની ઋતુમાં પણ સીમ લીલીછમ જોવા મળી રહી છે. આ સિંચાઈ વ્યવસ્થાથી માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન ક્ષેત્રે પણ દૂધના ઉત્પાદનમાં મોટો ફાયદો થયો છે, જેથી સ્થાનિક ખેડૂતોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ કોસ્ટલ કેનાલ માત્ર સિંચાઈનું સાધન જ નહીં, પરંતુ પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે સમૃદ્ધિનું નવું દ્વાર સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારના અસરકારક આયોજન અને સિંચાઈ વિકાસના પ્રયાસોના પરિણામે કૃષિ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.

પોરબંદર જિલ્લાની ઓઝત-મધુવંતી કોસ્ટલ સ્પ્રેડિંગ કેનાલ માત્ર એક સિંચાઈ યોજના નથી, પરંતુ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર માટે સમૃદ્ધિનું નવું દ્વાર છે. રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન અને જળ સંચયના આ ભગીરથ કાર્યને લીધે ધરતીપુત્રોના જીવનમાં ખુશાલી આવી છે. ખારાશ સામે મીઠા પાણીનો આ વિજય એ વાતની પ્રતીતિ કરાવે છે કે જો મક્કમ રાજકીય ઈચ્છાશક્તિ અને આધુનિક આયોજનનો સમન્વય થાય, તો કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકાય છે. આ સફળ પરિયોજના બદલ સમગ્ર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande