
નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'દ ઈન્ડિયા સ્ટોરી'નું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. સામાજિક મુદ્દા પર આધારિત આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને શ્રેયસ તળપડે મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે.
ઝી સ્ટુડિયોઝના સહયોગથી એમઆઈજી પ્રોડક્શન એન્ડ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ચેતન ડીકેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે કથા અને નિર્માણ સાગર બી. શિંદેએ કર્યું છે. ફિલ્મ 24 જુલાઈ 2026ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મની કથા કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગ અને તેના કારણે માનવ આરોગ્ય પર પડતા ગંભીર પ્રભાવો પર આધારિત છે. જાહેર કરાયેલા પોસ્ટરમાં કાજલ અગ્રવાલ અને શ્રેયસ તળપડે શાકભાજી બજારની વચ્ચે ગુસ્સે ભરાયેલી ભીડથી ઘેરાયેલા નજર આવે છે. પોસ્ટરમાં આક્રોશિત લોકો તેમના પર શાકભાજી ફેંકતા દેખાય છે, જ્યારે સ્લો પોઈઝન ઇન પ્રોગ્રેસ ટેગલાઇન ફિલ્મના મુખ્ય વિષય અને સમાજ સામે હાજર એક ગંભીર ખતરા તરફ સંકેત કરે છે.
દિગ્દર્શક ચેતન ડીકેએ કહ્યું કે, આ પોસ્ટર સત્ય બહાર લાવવાની કિંમત અને વ્યવસ્થાને પડકાર આપનારાઓના સંઘર્ષને દર્શાવે છે. તેમના અનુસાર, ફિલ્મનો હેતુ દર્શકોને એ વિચારવા મજબૂર કરવાનો છે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને કોના પર વિશ્વાસ કરી રહ્યા છે. ફિલ્મના સહ-નિર્માતાઓમાં સ્વાતિ વિનાયક સૈંદાને, અનીતા જાધવ, વિનાયક સૈંદાને, કલ્પેશ શાહ, દેવયાની ખોરાટે અને પ્રેમ જોશી સામેલ છે.
હિંદુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ