અસમમાં પૂરથી 433 ગામોના 86,832 નાગરિકો હજુ પણ પ્રભાવિત, 2 વધુ મૃતદેહ મળ્યા
ગૌહાટી, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) અસમમાં પૂરથી 433 ગામોના 86,832 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. આ દરમિયાન 2 વધુ મૃતદેહ મળ્યા છે. રાજ્યમાં નદીઓનું જળસ્તર લગભગ સામાન્ય સ્થિતિમાં પહોંચી ગયું છે. જોકે, ધનસિરી નદી (નુમલીગઢ) હજુ પણ જોખમના નિશાનથી ઉપર વહે
આસામમાં પુરની વિકટ સ્થિતિ


ગૌહાટી, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) અસમમાં પૂરથી 433 ગામોના 86,832 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. આ દરમિયાન 2 વધુ મૃતદેહ મળ્યા છે. રાજ્યમાં નદીઓનું જળસ્તર લગભગ સામાન્ય સ્થિતિમાં પહોંચી ગયું છે. જોકે, ધનસિરી નદી (નુમલીગઢ) હજુ પણ જોખમના નિશાનથી ઉપર વહે છે. પ્રભાવિત લોકો રાહત શિબિરોમાંથી પોતાના ઘરો તરફ પરત ફરવા લાગ્યા છે. નુકસાનગ્રસ્ત ઘરો અને બચેલા ઘરોમાં બે થી ત્રણ ફૂટ સુધી કાદવ ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રભાવિતોની મદદ માટે વિવિધ સંગઠનો આગળ આવ્યા છે. સરકાર પણ જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે.

અસમ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણના 12 ઓગસ્ટના આંકડા મુજબ ધનસિરી નદી નુમલીગઢમાં હજુ પણ જોખમના નિશાનથી ઉપર વહે છે. બુધવારે શિવસાગર જિલ્લામાં 1 અને કાર્બી આંગલૉંગ જિલ્લામાં 1 મૃતદેહ મળ્યો છે. મૃતકોનો આંકડો 104 થયો છે. સાત જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે.

પ્રભાવિત પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ગોલાઘાટ, હોજાઈ, શિવસાગર, નગાંવ, જોરહાટ અને કાર્બી આંગલૉંગનો સમાવેશ થાય છે. પૂરથી આ જિલ્લાઓના 24 રાજસ્વ મંડળોના કુલ 433 ગામો પ્રભાવિત થયા છે. હાલ રાજ્યની કુલ 86,832 વસ્તી હજુ પણ પ્રભાવિત છે અને 10,884.27 હેક્ટર કૃષિ જમીન પાણીમાં ડૂબી છે. રાજ્ય સરકારે પૂરપ્રભાવિત લોકો માટે હજુ પણ કુલ 42 રાહત શિબિરો અને 37 રાહત વિતરણ કેન્દ્રો સહિત કુલ 79 શિબિરો કાર્યરત રાખ્યા છે. રાહત શિબિરોમાં 7,216 લોકો આશ્રય લઈ રહ્યા છે, જ્યારે રાહત વિતરણ કેન્દ્રોમાં 5,795 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે.

પૂરમાં રાહત અને બચાવ અભિયાનમાં એસડીઆરએફ, ડીડીઆરએફ, પોલીસ, અગ્નિશમન અને આપાતકાલીન સેવાઓ (એફ એન્ડ ઈએસ), સર્કલ કચેરી/સ્થાનિક વહીવટ અને નાગરિક સુરક્ષા/પ્રશિક્ષિત સ્વયંસેવકો જોડાયેલા છે. પૂરથી મોટા પાયે રસ્તા, પુલ અને અન્ય આધારભૂત માળખાને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા અને રાજ્ય સરકારના મંત્રીઓ સતત અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રભાવિતોની મદદ માટે શક્ય તમામ પગલાં લઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande