


નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, વરિષ્ઠ નેતા રામ માધવ સહિત 13 લોકોને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, હરીશ દ્વિવેદી સહિત 8 નેતાઓને રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપની યાદી મુજબ, વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા, ડી પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, એમ. નાગરાજ, તારિક મન્સૂર અને મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બી.એલ. સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રહેશે. શિવ પ્રકાશ અને સૌદાન સિંહને ફરીથી રાષ્ટ્રીય સહ મહામંત્રી (સંગઠન) ની જવાબદારી સોંપવામાં આવી છે. વિનોદ તાવડે, સુનીલ બંસલ, વિપ્લબ દેવ, સ્મૃતિ ઈરાની, સતીશ પૂનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી, સંજય ભાટિયા રાષ્ટ્રીય મહાસચિવ રહેશે. પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ કુલ 7 રાજ્યોમાંથી 8 મહામંત્રી બનાવ્યા છે અને સૌથી વધુ 2 નેતાઓ ઉત્તર પ્રદેશથી આવે છે. 4 મહિલાઓને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવી છે.
રાષ્ટ્રીય મંત્રીનો કાર્યભાર કવિતા પાટીદાર, કે. સુરેન્દ્રન, ભોલા સિંહ, પ્રદીપ વર્મા, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, સંદીપ પાઠક, ફાંગ્નોન કોન્યાક, સંગીતા યાદવ, અનિલ એન્ટની, એમ. વેંકટેશન, મનોજ ટિગ્ગા, સિદ્ધાર્થ શંભુ, સ્વદેશ સિંહ, મૃગાંકા દેવ બર્મન, રોહન ગુપ્તા, જય પ્રકાશને સોંપવામાં આવ્યો છે. જ્યારે, તરુણ ચુગને રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને મહેન્દ્ર પાંડેને રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી બનાવવામાં આવ્યા છે. ડો. સંબિત પાત્રાને ઉત્તર પૂર્વ સંયોજક બનાવવામાં આવ્યા છે. પ્રકોષ્ઠ સંકુલ સંયોજક વિષ્ણુ દત્ત શર્માને બનાવવામાં આવ્યા છે. આ પ્રકોષ્ઠના સહ સંયોજક ઋતુરાજ સિંહા અને વિષ્ણુ વર્ધન રેડ્ડીને બનાવવામાં આવ્યા છે.
હેમાંગ જોષીને યુવા મોરચા, રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચા, અમરપાલ મૌર્યને ઓબીસી મોરચા, બંસીલાલ ગુર્જરને કિસાન મોરચા, શિવેશ કુમાર રામને અનુસૂચિત જાતિ મોરચા, ડો. મન્નાલાલ રાવતને અનુસૂચિત જનજાતિ અને કુંવર બાસિત અલીને લઘુમતી મોરચાની કમાન સોંપવામાં આવી છે. અનિલ બલૂનીને ફરીથી મીડિયા સંયોજક બનાવવામાં આવ્યા છે. આશિષ ઉષા અગ્રવાલ, પ્રદીપ ભંડારી, સિદ્ધાર્થ યાદવને સહ સંયોજક બનાવવામાં આવ્યા છે. દીપક મ્હસ્કેને સોશિયલ મીડિયા સંયોજક બનાવવામાં આવ્યા છે. પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ, અરુણ યાદવને સહ સંયોજક બનાવવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ