
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર તીખો હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદન અને તેમના અંદાજ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાહુલ ગાંધી ઉદ્ધત બાળકની જેમ વર્તી રહ્યા છે. સંસદીય વ્યવસ્થામાં એક નિશ્ચિત મર્યાદા હોય છે અને વિરોધ પક્ષના નેતાએ તે મુજબ જ પોતાની વાત રજૂ કરવી જોઈએ.
ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના ‘ચેલેન્જ કરું છું’ વાળા અંદાજ પર નિશાન સાધતા કહ્યું કે, સંસદમાં આવી ભાષા બદલે તથ્યો અને તર્કો સાથે ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, સંસદની એક ગરિમા હોય છે, એક મર્યાદા હોય છે અને તેના મુજબ જ સંસદમાં પોતાનું વર્તન કરવું પડે છે. તેમણે કહ્યું કે અમિત શાહ સાથે તુલના કરવી ખોટી છે. અમિત શાહે અનુચ્છેદ 370 અને 35એને હટાવવા તથા નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા જેવા મુદ્દાઓ પર કામ કરીને પરિણામો બતાવ્યા છે.
કેન્દ્રીયમંત્રીએ રાહુલ ગાંધી પર આતંકવાદને લઈને પણ ગંભીર આરોપ લગાવ્યા. તેમણે રાહુલ ગાંધીને ‘અર્બન નક્સલ’ની ભૂમિકા ભજવનારા ગણાવ્યા અને કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો સંસદીય રીતે મુદ્દાઓ પર ચર્ચા કરે અને બીજાની વાત પણ સાંભળે. ગિરિરાજ સિંહે નીટ અને પેલેટ ગનના મુદ્દાને લઈને પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો ગૃહમાં પેલેટ ગનનો મુદ્દો ઉઠાવવામાં આવશે તો નીટ પર પણ ચર્ચા થશે અને ત્યારબાદ પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ચર્ચાના દાયરામાં આવશે.
તેમણે કોંગ્રેસ પર પણ હુમલો બોલ્યો અને પાર્ટીને ‘શરમ કરવા’ની વાત કહી. ગિરિરાજ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર રાહુલ ગાંધીનું સમર્થન કરવા બદલ ‘ચમચાગીરી’ જેવા તીખા શબ્દોનો ઉપયોગ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / સોરવ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ