
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને તેમની પત્નીએ, ગુરુવારે દિલ્હીમાં આવેલા પોતાના આવાસ પર 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ તિરંગો ફરકાવ્યો.
શાહે એક્સ પર લખ્યું, “આજે પોતાના આવાસ પર મેં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો ફરકાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલું આ અભિયાન આજે દરેક ભારતીયના મનમાં દેશભક્તિ તથા ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરી રહ્યું છે. આજે કરોડો દેશવાસીઓ તિરંગા સાથે જોડાઈ રહ્યા છે અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સશક્ત કરી રહ્યા છે.”
વળી, કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરતાં કહ્યું કે, ડલ સરોવર, શિકારા, તિરંગો અને આનંદદાયક અનુભવ! કાશ્મીરની સુંદરતા વચ્ચે શાનથી લહેરાતો તિરંગો, એ જ તો નવા કાશ્મીરની નવી ઓળખ છે! અહીં દરેક હૃદયમાં શાંતિ, વિકાસ અને દેશ માટે ગૌરવની ભાવના છે. આ માત્ર એક દૃશ્ય નથી, આ નવા કાશ્મીરની નવી ઊર્જા છે!
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ