રહસ્યોમાં ઘેરાયા અક્ષય ઓબેરોય, 'લવ લોટરી'નું પોસ્ટર જાહેર
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ક્રાઇમ-સસ્પેન્સ સોશિયલ ડ્રામા ફિલ્મ ''લવ લોટરી''નું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં હેલી દારૂવાલા દુલ્હનના લુકમાં નજરે પડે છે, જ્યારે અક્ષય ઓબેરોયનો પાત્ર અનેક પ્રશ્નો અને રહસ્યો વચ્ચે ઘેરાયેલો દેખાય છે
'લવ લોટરી'નું પોસ્ટર જાહેર


નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ક્રાઇમ-સસ્પેન્સ સોશિયલ ડ્રામા ફિલ્મ 'લવ લોટરી'નું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં હેલી દારૂવાલા દુલ્હનના લુકમાં નજરે પડે છે, જ્યારે અક્ષય ઓબેરોયનો પાત્ર અનેક પ્રશ્નો અને રહસ્યો વચ્ચે ઘેરાયેલો દેખાય છે. બંને કલાકારોના અલગ અંદાજે ફિલ્મની કહાનીને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. અર્વિંદ પાંડેના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સંબંધો, વિશ્વાસ, અપરાધ અને સામાજિક સરોકારોને કેન્દ્રમાં રાખે છે.

'લવ લોટરી'માં પુરુષ અધિકારો જેવા સંવેદનશીલ મુદ્દાને કહાનીનો મહત્વપૂર્ણ ભાગ બનાવવામાં આવ્યો છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, ફિલ્મ કોઈ એક નિષ્કર્ષ લાદવાને બદલે સંબંધોની જટિલતાઓ, સામાજિક વિચારસરણી અને ન્યાય સાથે જોડાયેલા પ્રશ્નોને મનોરંજક અને રહસ્યમય અંદાજમાં દર્શકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. દિગ્દર્શક અર્વિંદ પાંડેે જણાવ્યું કે ફિલ્મ માત્ર ક્રાઇમ-સસ્પેન્સ કહાની નથી, પરંતુ એક એવા સામાજિક વિષય પર પણ ચર્ચા કરે છે, જેના પર વાતચીત જરૂરી છે. લેખક અંકુર ખત્રીના જણાવ્યા મુજબ, કહાનીમાં ભાવનાઓ અને સંબંધો સાથે સસ્પેન્સને એવી રીતે ગૂંથવામાં આવ્યું છે કે દર્શકો સતત આગળની ઘટનાઓ અંગે અનુમાન લગાવતા રહે.

સિનેમા ગંજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ કુલદીપ ભાર્ગવ ઉર્ફે તુષાર દ્વારા કરવામાં આવ્યું છે. પટકથા અને કહાની અંકુર ખત્રીની છે. ફિલ્મમાં અક્ષય ઓબેરોય અને હેલી દારૂવાલા ઉપરાંત કબીર દુહાન સિંહ, વિજયંત કોહલી, હેમંત પાંડે, ઇંદિરા કૃષ્ણન અને સંતોષ શુક્લા સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. નવીન વી. મિશ્રાએ સિનેમેટોગ્રાફી, પ્રકાશ ઝાએ સંપાદન અને વરુણ મિશ્રા તથા અર્વિંદ પાંડેે સંગીત આપ્યું છે. 'લવ લોટરી' 18 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande