સંસદના ચોમાસુ સત્રમાં 12 વિધેયક પસાર, ચર્ચાની ગુણવત્તા સંતોષજનક નહીં : સંસદીય કાર્યમંત્રી
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.)। સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરુવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી. ચોમાસુ સત્ર ભલે ગતિરોધના કારણે હોબાળાની ભેટ ચઢી ગયું, પરંતુ સરકાર 12 વિધેયક પસાર કરાવવામાં સફળ રહી. સંસદીય કાર્યમંત્રી
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ


નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.)। સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરુવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી. ચોમાસુ સત્ર ભલે ગતિરોધના કારણે હોબાળાની ભેટ ચઢી ગયું, પરંતુ સરકાર 12 વિધેયક પસાર કરાવવામાં સફળ રહી.

સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ, ગુરુવારે અહીં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કુલ 12 વિધેયક પસાર થયા, પરંતુ વિપક્ષના સતત વિરોધ અને અવરોધને કારણે આ પર ચર્ચાની ગુણવત્તા સંતોષજનક રહી નથી. તેમણે જણાવ્યું કે લોકસભામાં 11 વિધેયક અને રાજ્યસભામાં 2 વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, લોકસભાએ 12 વિધેયક પસાર કર્યા અને રાજ્યસભાએ પણ 12 વિધેયક પસાર કર્યા અથવા પરત કર્યા.

રિજિજુએ દાવો કર્યો કે, સરકાર ગૃહમાં ચર્ચા માટે તૈયાર હતી અને વિપક્ષના પ્રશ્નોના જવાબ આપવા ઇચ્છતી હતી, પરંતુ વિપક્ષે ચર્ચાથી બચવાનો રસ્તો અપનાવ્યો. લોકસભાની ઉત્પાદકતા 19 ટકા અને રાજ્યસભાની 39 ટકા રહી. લોકસભા અવરોધિત રહી, પરંતુ રાજ્યસભામાં કેટલીક વિપક્ષી પાર્ટીઓના વોકઆઉટ છતાં કેટલાક વિપક્ષી સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો.

સત્ર દરમિયાન લોકસભામાં વિદેશી અંશદાન (નિયમન) સંશોધન વિધેયક, 2026ને બંને ગૃહોની સંયુક્ત સમિતિ (જેપીસી)ને મોકલી દેવામાં આવ્યું. વિપક્ષ આ વિધેયકને પાછું ખેંચવાની માગ કરી રહ્યો હતો. ઉપરાંત, પરીક્ષા પત્ર લીકના મામલાઓમાં કડક દંડાત્મક કાર્યવાહી ધરાવતું વિધેયક લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) સંશોધન વિધેયક, 2026 પસાર કરવામાં આવ્યું. આ જ વિધેયક પર લોકસભામાં ચર્ચા થઈ શકી, બાકીના તમામ વિધેયક વિના ચર્ચાએ પસાર કરવામાં આવ્યા.

ચોમાસુ સત્રમાં વંદેમાતરમને રાષ્ટ્રગીત સમાન સન્માન આપતું વિધેયક રાષ્ટ્ર-ગૌરવ અપમાન-નિવારણ (સંશોધન) વિધેયક, 2026; ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં સંખ્યા વધારતું વિધેયક ઉચ્ચતમ ન્યાયાલય (ન્યાયાધીશ સંખ્યા) સંશોધન વિધેયક, 2026 અને કેરળ રાજ્યનું નામ બદલીને કેરળમ કરવામાં આવતું વિધેયક કેરળ (નામ પરિવર્તન) વિધેયક, 2026ને સંસદની મંજૂરી મળી.

અન્ય પસાર થયેલા વિધેયકોમાં જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રીકરણ (સંશોધન) વિધેયક, 2026; ઉચ્ચતમ ન્યાયાલય (ન્યાયાધીશ સંખ્યા) સંશોધન વિધેયક, 2026; વિનિયોગ (સંખ્યાંક 3) વિધેયક, 2026; સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સંશોધન) વિધેયક, 2026; બેંકકાર બહી સાક્ષ્ય વિધેયક, 2026; કરાધાન અને અન્ય વિધિઓ (સંશોધન) વિધેયક, 2026; રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (સંશોધન) વિધેયક, 2026; અધિકરણ સુધાર વિધેયક, 2026; ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સંશોધન વિધેયક, 2026નો સમાવેશ થાય છે.

કિરણ રિજિજુએ જણાવ્યું કે પહેલાં વિપક્ષ ચર્ચામાં સામેલ થતો હતો, જ્યારે આ લોકો વિપક્ષમાં હોવા છતાં ચર્ચાથી ભાગે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ચોમાસુ સત્ર કામકાજની દૃષ્ટિએ સારું રહ્યું, પરંતુ ચર્ચાની દૃષ્ટિએ સારું રહ્યું નથી.

સંસદીય કાર્યમંત્રીએ કહ્યું કે, સંસદમાં માત્ર નારાબાજી અને પ્લેકાર્ડ લઈને વિરોધ કરવો સંસદીય લોકશાહી માટે યોગ્ય નથી. રિજિજુએ ખાસ કરીને નવા સાંસદોને અર્થપૂર્ણ બહેસ અને ચર્ચાનો અવસર ન મળવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આશા વ્યક્ત કરી કે શિયાળુ સત્રમાં તમામ પક્ષો આત્મચિંતન સાથે વધુ સારો સહયોગ કરશે અને સંસદમાં વધુ અર્થપૂર્ણ તથા રચનાત્મક ચર્ચા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઈ ગયું. આ દરમિયાન બંને ગૃહોની 19 બેઠકો યોજાઈ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande