
નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હંમેશની જેમ આજે સવારે એક્સ પર સુભાષિતમ્ શેર કરતા પ્રતિકૂળ સંજોગોમાં સફળતાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, દ્રઢ સંકલ્પ, અથાક પરિશ્રમ અને પુરુષાર્થથી કઠિન પરિસ્થિતિમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
સુભાષિતમ્ તરીકે ઉલ્લેખિત શ્લોક ''दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्। न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥'
આ શ્લોક મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણના અયોધ્યાકાંડ, સર્ગ 23, શ્લોક 17 માંથી લેવામાં આવ્યો છે. વાલ્મીકિ કહે છે કે, જ્યારે ભગવાન શ્રીરામને વનવાસ મળે છે, ત્યારે લક્ષ્મણ અત્યંત ક્રોધિત થઈ જાય છે. તેઓ ત્યારે દૈવ (ભાગ્ય) પર ભરોસો કરવાને બદલે મનુષ્યના પુરુષાર્થ (કર્મ અને મહેનત) ને મોટો ગણાવતા આ વાત કહે છે.
વડાપ્રધાન મોદીના એક્સ એકાઉન્ટમાં આ સુભાષિતમ્નો અર્થ લખવામાં આવ્યો, ''જે વ્યક્તિ પોતાના દ્રઢ સંકલ્પ, અથાક પરિશ્રમ અને પુરુષાર્થથી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ અનુકૂળ બનાવવામાં સક્ષમ હોય છે, તે જીવનની મુશ્કેલીઓથી ક્યારેય પરાજિત થતો નથી, પરંતુ નિરંતર પ્રયાસ કરતા રહીને સફળતા પ્રાપ્ત કરે છે.''
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ