યુઈએફએ સુપર કપ: પીએસજીએ એસ્ટન વિલાને 2-1થી હરાવી ખિતાબ જાળવી રાખ્યો
સાલ્ઝબર્ગ, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ચેમ્પિયન્સ લીગ વિજેતા પેરિસ સેન્ટ-જર્મેન (પીએસજી)એ, બુધવારે એસ્ટન વિલાને 2-1થી હરાવી સતત બીજી વખત યુઈએફએ સુપર કપનો ખિતાબ પોતાના નામે કર્યો. પીએસજીની જીતમાં ખ્વિચા ક્વારાત્સખેલિયા અને દેસિરે ડુએએ ગોલ કર્યા, જ્
ટ્રોફી સાથે પીએસજી ની ટીમ


સાલ્ઝબર્ગ, નવી દિલ્હી, 13 ઓગસ્ટ (હિ.સ.) ચેમ્પિયન્સ લીગ વિજેતા પેરિસ સેન્ટ-જર્મેન (પીએસજી)એ, બુધવારે એસ્ટન વિલાને 2-1થી હરાવી સતત બીજી વખત યુઈએફએ સુપર કપનો ખિતાબ પોતાના નામે કર્યો. પીએસજીની જીતમાં ખ્વિચા ક્વારાત્સખેલિયા અને દેસિરે ડુએએ ગોલ કર્યા, જ્યારે એસ્ટન વિલાની તરફથી 17 વર્ષીય બ્રાયન મેડજોે ગોલ કર્યો.

પીએસજીએ 12 મહિના પહેલા ટોટનહેમ હોટસ્પરને હરાવીને પ્રથમ વખત સુપર કપ જીત્યો હતો. આ વખતે પણ ટીમે પ્રીમિયર લીગની અન્ય એક ટીમને માત આપી યુરોપની ટોચની ક્લબ ટીમ તરીકે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું.

બંને ટીમોએ પોતાના ઘરેલુ સત્રની શરૂઆત પહેલાં મજબૂત પ્લેઇંગ ઇલેવન ઉતારી. પીએસજીની શરૂઆતની ટીમમાં ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં રમનારા નવ ખેલાડીઓ સામેલ હતા.

મેચનો પહેલો ગોલ 20મા મિનિટે આવ્યો. ક્વારાત્સખેલિયાએ ડાબી બાજુથી અંદર તરફ આવીને શાનદાર શોટ લગાવ્યો, જેને એસ્ટન વિલાના ગોલકીપર માર્કો બિઝોટે રોકી શક્યા નહીં. પીએસજીએ 1-0ની લીડ મેળવી લીધી.

તેમ છતાં, એસ્ટન વિલાએ હાર માની નહીં. 17 વર્ષીય મેડજોએ પહેલા હાફની અંતિમ મિનિટમાં કેપ્ટન જૉન મેકગિનના શાનદાર પાસનો લાભ લેતાં બોલને પીએસજીના ગોલમાં પહોંચાડી દીધો. આ ગોલ સાથે મુકાબલો 1-1ની બરાબરી પર આવી ગયો.

બીજા હાફમાં પીએસજીએ આક્રમક શરૂઆત કરી. 61મા મિનિટે ફ્રાન્સના દેસિરે ડુએએ જમણી બાજુથી આગળ વધીને શાનદાર ફિનિશ સાથે બોલને વિલાના ગોલમાં પહોંચાડી દીધો.

તેમ છતાં સહાયક રેફરીએ શરૂઆતમાં ઓફસાઇડનો સંકેત આપ્યો હતો, પરંતુ વિડિયો અસિસ્ટન્ટ રેફરી (વીએઆર)ની સમીક્ષા બાદ ગોલને માન્ય રાખવામાં આવ્યો. સમીક્ષામાં જાણવા મળ્યું કે એસ્ટન વિલાના ડિફેન્ડર મેટી કેશેએ ડુએને ઑનસાઇડ રાખ્યો હતો.

ત્યારબાદ એસ્ટન વિલાએ બરાબરી માટે પૂરજોશ પ્રયાસ કર્યો. જ્યોર્જ હેમિંગ્સ અને જૉન મેકગિનને સારા મોકા મળ્યા, પરંતુ પીએસજીના ગોલકીપર મટવે સફોનોએવએ શાનદાર બચાવ કરીને પોતાની ટીમની લીડ જાળવી રાખી.

મેચના અંતિમ તબક્કામાં એસ્ટન વિલા સતત હુમલા કરતું રહ્યું. ટેમી અબ્રાહમને પણ બરાબરીનો ઉત્તમ મોકો મળ્યો, પરંતુ તે ગોલ સામે મળેલા પાસને સ્પર્શ કરવામાં થોડા અંતરે ચૂકી ગયા.

પીએસજીએ છેલ્લી મિનિટોમાં દબાણ સહન કરતાં 2-1ની લીડ જાળવી રાખી અને સતત બીજી વખત યુઈએફએ સુપર કપ જીતી લીધો. હવે પીએસજીની નજર નવા સત્રમાં સતત ત્રીજી ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતવા પર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande