ઉદય-મજનૂની વાપસીથી ફરી ગૂંજશે હાસ્ય
નવી દિલ્હી,, 13 ઓગસ્ટ (હિ.સ.) ''વેલકમ'' ફ્રેન્ચાઇઝીના યાદગાર પાત્રો ઉદય-મજનૂ એટલે કે અનિલ કપૂર અને નાના પાટેકરને દર્શકોએ ''વેલકમ ટુ ધ જંગલ''માં ઘણાં મિસ કર્યા હતા. હવે સમાચાર છે કે, નિર્માતા ફરીઝ નડિયાદવાલા એક આવનારી ઝોમ્બી-કોમેડી માટે આ લોકપ
અનિલ કપૂર અને નાના પાટેકર


નવી દિલ્હી,, 13 ઓગસ્ટ (હિ.સ.) 'વેલકમ' ફ્રેન્ચાઇઝીના યાદગાર પાત્રો ઉદય-મજનૂ એટલે કે અનિલ કપૂર અને નાના પાટેકરને દર્શકોએ 'વેલકમ ટુ ધ જંગલ'માં ઘણાં મિસ કર્યા હતા. હવે સમાચાર છે કે, નિર્માતા ફરીઝ નડિયાદવાલા એક આવનારી ઝોમ્બી-કોમેડી માટે આ લોકપ્રિય જોડીને ફરી સાથે લાવવાની તૈયારીમાં છે. અહમદ ખાનના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં અનિલ કપૂર અને નાના પાટેકર સંપૂર્ણપણે નવા પાત્રોમાં જોવા મળી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને કલાકારો સાથે આ પ્રોજેક્ટને લઈને વાતચીત ચાલી રહી છે.

રિપોર્ટ મુજબ, ફિલ્મમાં અનિલ અને નાના માટે એવા પાત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે તેમના જૂના ઉદય-મજનૂથી સંપૂર્ણપણે અલગ હશે. નિર્માતાઓની કોશિશ એવી જોડીને રજૂ કરવાની છે, જે નવા સમયના દર્શકો વચ્ચે પણ એટલી જ લોકપ્રિય બની શકે. બીજી તરફ, ફિલ્મમાં ટાઇગર શ્રોફને મુખ્ય ભૂમિકા માટે ફાઇનલ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. તેમના માધ્યમથી ફિલ્મમાં જોરદાર એક્શનનો તડકો જોવા મળી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ હાલ લેખનના તબક્કામાં છે અને તેને પારિવારિક મનોરંજન તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. નિર્માતા ફરીઝ નડિયાદવાલા બાળકો અને પરિવારને ધ્યાનમાં રાખીને હળવી-ફૂલકી ઝોમ્બી-કોમેડી બનાવવા માંગે છે. ફિલ્મની કહાનીમાં હોરર, કોમેડી અને એક્શનનું મિશ્રણ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ 2027ની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. જો અનિલ કપૂર અને નાના પાટેકરની વાપસી પાકી થાય, તો આ જોડી ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર હશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande