ગુજરાતી, રાહુલ ગાંધીના નિવેદન પર અનુરાગ ઠાકુરનો પલટવાર, ભાષા અને રાજકીય શૈલી પર નિશાન સાધ્યું
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો. તેમણે રાહુલ ગાંધીની રાજકીય ભાષા અને તેમના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજકારણમાં મતભેદ લોકશાહીનો એક ભાગ છે
ોલહીોુ


નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો. તેમણે રાહુલ ગાંધીની રાજકીય ભાષા અને તેમના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજકારણમાં મતભેદ લોકશાહીનો એક ભાગ છે, પરંતુ અશોભનીય ટિપ્પણીઓ અને બંધારણીય પદોના અપમાનને સ્વીકારી શકાય નહીં.

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જનતાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સતત ત્રણ વખત નકાર્યા છે અને હવે તેઓ ગાળાગાળીની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. તેમણે રાહુલ ગાંધીની ભાષાને અમર્યાદિત અને અહંકારથી ભરેલી ગણાવતા કહ્યું કે, તેમના નિવેદનોથી કોંગ્રેસની માનસિકતા ઉજાગર થાય છે.

ભાજપના સાંસદે રાહુલ ગાંધીને મહિલા વિરોધી પણ ગણાવ્યા. તેમણે કહ્યું કે, તેઓ મહિલા અનામતનો વિરોધ કરે છે. તેમણે વિદેશી મહિલા પર અમર્યાદિત ટિપ્પણીનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારસરણી દર્શાવે છે. ઠાકુરે રાહુલ ગાંધીના સંસ્કાર અને રાજકીય આચરણ પર પણ સવાલ ઉભા કર્યા.

અનુરાગ ઠાકુરે નેતા પ્રતિપક્ષ તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા પર પણ પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી ગૃહ અને રસ્તા, બંને જગ્યાએ નિષ્ફળ રહ્યા છે. ઠાકુરના મતે, સંસદમાં તેમણે ચર્ચા થવા દીધી નહીં અને જ્યારે ચર્ચાનો અવસર આવ્યો ત્યારે પેપર લીકના મુદ્દા પર નક્કર સૂચનો આપવામાં પણ નિષ્ફળ રહ્યા.

તેમણે કોંગ્રેસ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટી બીજાઓને અલગ પ્રકારનું ભાષણ આપે છે, જ્યારે તેનું પોતાનું આચરણ અલગ હોય છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, લોકતાંત્રિક રાજકારણમાં અસંમતિ અને સવાલ ઉઠાવવા સ્વાભાવિક છે, પરંતુ ભાષાની મર્યાદા અને બંધારણીય સંસ્થાઓનું સન્માન જાળવી રાખવું પણ એટલું જ જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande