
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). સ્વતંત્રતા દિવસના બરાબર એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બની ધમકી ઈ-મેલ દ્વારા મળી. જોકે, તપાસ બાદ બોમ્બની આ ધમકી અફવા નીકળી.
સવારે ઉચ્ચ ન્યાયાલયને ઈ-મેલથી ધમકી મળી કે બપોરે 2 વાગ્યે 11 મિનિટે ન્યાયાલયમાં 30 એમબીનો બ્લાસ્ટ થશે. જ્યારે, જિલ્લા અદાલતોમાં 3 વાગ્યે 11 મિનિટે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી. ઈ-મેલમાં લખ્યું હતું કે ‘દિલ્હી બનશે ખાલિસ્તાન.’
દિલ્હી હાઈ કોર્ટ બાર એસોસિએશનના પદાધિકારીઓનું કહેવું છે કે, પોલીસ આનો સામનો કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. હાઈ કોર્ટ બાર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કુણાલ મલ્હોત્રાએ જણાવ્યું કે બોમ્બની ધમકી ખોટી હતી અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
આ પહેલાં પણ 12 સપ્ટેમ્બર 2025ના રોજ ઉચ્ચ ન્યાયાલયને બોમ્બની ધમકી મળી હતી. 17 ઓગસ્ટ 2017ના રોજ પણ દિલ્હી પોલીસ મુખ્યાલયને ફોન કરીને આ વાતની ધમકી આપવામાં આવી હતી કે ઉચ્ચ ન્યાયાલયને ઉડાવી દેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ