નેતાજી પર વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં, અનંત મહારાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ
કૂચબિહાર, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં, કૂચબિહારના વરિષ્ઠ નેતા તથા ભાજપના રાજ્યસભા સાંસદ નગેન રાય ઉર્ફે અનંત મહારાજની મુશ્કેલીઓ વધી રહી છે. હવે કૂચબિહારના કોતવાલી પોલીસ સ્ટેશનમાં તેમની
નેતાજી પર વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં, અનંત મહારાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ


કૂચબિહાર, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.) નેતાજી સુભાષચંદ્ર બોઝને લઈને કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં, કૂચબિહારના વરિષ્ઠ નેતા તથા ભાજપના રાજ્યસભા સાંસદ નગેન રાય ઉર્ફે અનંત મહારાજની મુશ્કેલીઓ વધી રહી છે. હવે કૂચબિહારના કોતવાલી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર નોંધાયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ તેજ બની ગઈ છે.

છેલ્લા કેટલાક દિવસોથી નેતાજીને લઈને કથિત વાંધાજનક ટિપ્પણીના આરોપમાં, નગેન રાય સતત ચર્ચામાં છે. આ મામલામાં પોલીસે પહેલાથી જ કાર્યવાહી કરીને તેમના પાંચ સમર્થકોની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે ધરપકડ કરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર નેતાજી સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

નેતાજીને લઈને કથિત વાંધાજનક ટિપ્પણીના મામલામાં, રાજ્ય સરકારે પણ નગેન રાય વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરકાર દ્વારા તેમને પ્રદાન કરાયેલ 'બંગવિભૂષણ' સન્માન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હવે કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ મામલો વધુ ગંભીર બની ગયો છે.

પોલીસ સૂત્રો અનુસાર, સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉપલબ્ધ પુરાવાઓ અને કાનૂની પ્રક્રિયાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, એફઆઈઆર નોંધાયા હોવા છતાં, અત્યાર સુધી નગેન રાયની ધરપકડ ન થવાને લઈને વિવિધ વર્ગોમાં સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોએ આ મામલામાં ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાને લઈને કૂચબિહારનું, રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. વિરોધ પક્ષોએ કથિત ટિપ્પણીની સખત નિંદા કરતા સાંસદના રાજીનામાની માંગ ઉઠાવી છે. હવે સૌની નજર કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર બાદ પોલીસની આગળની કાર્યવાહી પર ટકેલી છે.

હિન્દુસ્થાન સમાચાર/સચિન કુમાર/ગંગા/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande