ઇઓડબ્લ્યુએ સૈફ અલી ખાનના પરિવારની 1,370 એકર જમીનના કેસની તપાસ શરૂ કરી, મૂળ દસ્તાવેજો માંગ્યા
ભોપાલ, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). આર્થિક અપરાધ પ્રકોષ્ઠ (ઇઓડબ્લ્યુ) એ, ભોપાલ રિયાસતના અંતિમ નવાબ હમીદુલ્લાહ ખાનની પત્ની આફતાબ જહાં બેગમની વેચાયેલી સંપત્તિઓની તપાસ તેજ કરી દીધી છે. આ તપાસના દાયરામાં અભિનેતા સૈફ અલી ખાન અને તેમનો પરિવાર પણ સામેલ છ
અભિનેતા સૈફ અલી ખાન


ભોપાલ, નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). આર્થિક અપરાધ પ્રકોષ્ઠ (ઇઓડબ્લ્યુ) એ, ભોપાલ રિયાસતના અંતિમ નવાબ હમીદુલ્લાહ ખાનની પત્ની આફતાબ જહાં બેગમની વેચાયેલી સંપત્તિઓની તપાસ તેજ કરી દીધી છે. આ તપાસના દાયરામાં અભિનેતા સૈફ અલી ખાન અને તેમનો પરિવાર પણ સામેલ છે. ઇઓડબ્લ્યુએ લગભગ 1,370 એકર જમીનના સંબંધમાં સૈફ અલી ખાન પાસેથી મૂળ દસ્તાવેજો માંગ્યા છે.

વડાપ્રધાન કાર્યાલય અને ઇઓડબ્લ્યુ મહાનિર્દેશકને મળેલી ફરિયાદ પર શુક્રવારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદમાં ભોપાલની પૂર્વ નવાબી સંપત્તિઓના માલિકી, વેચાણ અને તેમને 'શત્રુ સંપત્તિ' તરીકે નોંધવામાં આવવાથી સંબંધિત કેસોની વિસ્તૃત તપાસની માંગ કરવામાં આવી છે.

હકીકતમાં ઇઓડબ્લ્યુ ભોપાલે, સમાજસેવી અમિતાભ અગ્નિહોત્રીને પુરાવા રજૂ કરવા માટે બોલાવ્યા હતા. અમિતાભ અગ્નિહોત્રીએ તેમના વકીલ પ્રશાંત પાંડે સાથે લેખિત પુરાવા અને દસ્તાવેજો સુપરત કર્યા છે. ભોપાલના કોહેફિઝા, નયાપુરા અને હલાલપુર વિસ્તારોની નવાબી સંપત્તિઓ પર કાનૂની વિવાદ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કાર્યાલય પાસેથી તપાસની માંગ કરવામાં આવી હતી.

આ પછી આખો નવાબ પરિવાર તપાસના દાયરામાં આવ્યો છે. તેમાં સૈફ અલી ખાન, સોહા અલી ખાન, સબા અલી ખાન અને શર્મિલા ટાગોરના નામ છે. ફરિયાદ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સૈફ અલી ખાને ઉચ્ચ ન્યાયાલયમાં 1,370 એકર જમીનને નવાબની વ્યક્તિગત સંપત્તિ ગણાવી હતી. તપાસ સમિતિને આ જમીનોની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. નવાબ હમીદુલ્લાહ ખાનની મોટી દીકરીના પાકિસ્તાન જવાથી તેમની સંપત્તિ શત્રુ સંપત્તિ જાહેર થઈ હતી.

ફરિયાદકર્તાનો દાવો છે કે, સૈફ અલી ખાને ઉચ્ચ ન્યાયાલયમાં લગભગ 1,370 એકર જમીનને નવાબની ખાનગી સંપત્તિ ગણાવી હતી. હવે તપાસ સમિતિને આ જમીનોની વર્તમાન સ્થિતિ અને માલિકી સંબંધિત દસ્તાવેજો સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે ભોપાલના કોહેફિઝા, નયાપુરા અને હલાલપુર સહિતના ઘણા વિસ્તારોમાં આવેલી નવાબી સંપત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સંપત્તિઓના માલિકી અને ખરીદ-વેચાણ સંબંધિત રેકોર્ડની પર્યાપ્ત તપાસની જરૂર છે. હવે તપાસમાં એ પણ જોવામાં આવી રહ્યું છે કે નવાબ પરિવારની કઈ કઈ સંપત્તિઓ શત્રુ સંપત્તિના દાયરામાં આવે છે અને તેમનો પાછળથી કઈ રીતે ઉપયોગ કે હસ્તાંતરણ કરવામાં આવ્યું.

ફરિયાદ મુજબ વર્ષ 1959ના મહેસૂલી રેકોર્ડમાં આફતાબ જહાં બેગમના નામે બેહટામાં લગભગ 655 એકર અને બોરબનમાં લગભગ 102 એકર જમીન નોંધાયેલી હતી. આરોપ છે કે, પાકિસ્તાની નાગરિકતા સંબંધિત તથ્યો છુપાવીને આ સંપત્તિઓની ખરીદ-વેચાણ કરવામાં આવ્યું. જોકે, આ આરોપોની પુષ્ટિ તપાસ પૂરી થયા પછી જ સ્પષ્ટ થશે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, 31 મે 1994ના રોજ બેહટાની લગભગ 30.55 એકર જમીન એક સહકારી ગૃહનિર્માણ સંસ્થાને 30.55 લાખ રૂપિયામાં વેચવાનો રેકોર્ડ છે. તેમાં 1.55 લાખ રૂપિયા ચેક દ્વારા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 29 લાખ રૂપિયા ચાર હપ્તામાં આપવાનો કરાર થયો હતો.

ઇઓડબ્લ્યુને મળેલી ફરિયાદમાં કસ્ટોડિયન વિભાગ, મુંબઈ અને ભોપાલ કલેક્ટરના નિર્દેશોના આધારે થયેલી કાર્યવાહીની પણ તપાસની માંગ કરવામાં આવી છે. વર્ષ 2021 અને 2022માં નવાબ પરિવારની કેટલીક સંપત્તિઓને 'શત્રુ સંપત્તિ' તરીકે નોંધવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પટૌડી પરિવાર પાસેથી 29 એપ્રિલ 1949ના રોજ બી.પી. મેનન દ્વારા હસ્તાક્ષરિત નકશા, 30 એપ્રિલ 1949ના મર્જર એગ્રીમેન્ટ અને 1 જૂન 1949 પહેલા તૈયાર કરવામાં આવેલી સંપત્તિ સૂચિની મૂળ નકલો પણ માંગવામાં આવી હોવાની વાત સામે આવી છે.

ફરિયાદમાં પૂર્વ ભોપાલ રિયાસતના લગભગ 2,556 ગામોમાં ફેલાયેલી નવાબ પરિવારની જમીનોની પણ વિસ્તૃત તપાસની માંગ કરવામાં આવી છે. પૂર્વ મુખ્ય સચિવના એક રિપોર્ટનો હવાલો આપતા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મર્જર એગ્રીમેન્ટમાં લગભગ 1,395 એકર જમીન નોંધાયેલી હતી, જ્યારે નવ ગામોમાં 1,984.13 એકર વધારાની જમીન નવાબ પરિવારના નામે નોંધાઈ ગઈ. આ વધારાની જમીનની ખરીદ-વેચાણની તપાસ આવશ્યક છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande