વડાપ્રધાન મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભાવનાને સશક્ત કરવાનું આહ્વાન કર્યું, સુભાષિતમ્માં કહ્યું-પુરુષાર્થ જ ભાગ્યનો નિર્માતા
નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભાવનાને સશક્ત કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે સુભાષિતમ્માં કહ્યું કે પુરુષાર્થ જ ભાગ્યનો નિર્માતા છે. વડાપ્રધાને આજે સવારે એક્સ પર લખ્યું, ''''વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 14 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય ભાવનાને સશક્ત કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે સુભાષિતમ્માં કહ્યું કે પુરુષાર્થ જ ભાગ્યનો નિર્માતા છે. વડાપ્રધાને આજે સવારે એક્સ પર લખ્યું, ''વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક નમન, જેઓ તે ભયાવહ સમયગાળામાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે પોતાના સાહસ અને સામર્થ્યથી દર્શાવ્યું કે કેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સંકલ્પોને સિદ્ધ કરી શકાય છે. ચાલો, સદ્ભાવના અને એકજુટતાની રાષ્ટ્રીય ભાવનાને વધુ સશક્ત કરીએ.''

વડાપ્રધાને સુભાષિતમ્ શેર કર્યું,

'''उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः। कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥''

વડાપ્રધાન મોદીના એક્સ એકાઉન્ટ પર તેનો અર્થ લખવામાં આવ્યો, ''પરિશ્રમ, ઉદ્યમ અને પુરુષાર્થથી જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્ય, શિલ્પ તથા નવીનતાઓ વિકસિત થાય છે અને સફળતાનો માર્ગ મોકળો કરે છે. આથી, મનુષ્યે ભાગ્યના ભરોસે બેસી રહેવું ન જોઈએ, પરંતુ સાહસ, કર્મઠતા અને નિરંતર પ્રયાસ સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહેવું જોઈએ, કારણ કે પુરુષાર્થ જ ભાગ્યનો નિર્માતા છે.''

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande